ગુજરાત

gujarat

International Yoga Day: રાજકોટમાં મહિલાઓએ સ્વિમિંગ પુલમાં કર્યા એક્વા યોગ

By

Published : Jun 21, 2023, 12:33 PM IST

રંગીલા રાજકોટમાં યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. મહિલાઓએ પાણીમાં વિવિધ યોગાસન કર્યા છે. આ એક્વા યોગમાં 100 કરતા વધુ મહિલાઓ જોડાઈ હતી. આનંદમયી કન્યા શાળાની 50 સહિત કુલ 100 વિદ્યાર્થીનીઓ, રાષ્ટ્રીય શાળા ખાતે કસ્તુરબા હાઈસ્કૂલની એન.એસ.એસ.ની 50 વિદ્યાર્થીનીઓ, જુયુબેલી બેન્ડ સ્ટેન્ડ ખાતે મહાત્મા ગાંધી હાઇસ્કુલલના સ્કાઉટના 100 કેડેટ્સ વિદ્યાર્થીઓ મળીને કુલ 300 જેટલા છાત્રો યોગાભ્યાસ કાર્યક્રમમાં જોડાયા હતા

International Yoga Day: રાજકોટમાં મહિલાઓએ સ્વિમિંગ પુલમાં કર્યા એક્વા યોગ
International Yoga Day: રાજકોટમાં મહિલાઓએ સ્વિમિંગ પુલમાં કર્યા એક્વા યોગ

International Yoga Day: રાજકોટમાં મહિલાઓએ સ્વિમિંગ પુલમાં કર્યા એક્વા યોગ

રાજકોટ:વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવામાં આવે છે. ત્યારે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટની મહિલાઓએ સ્વિમિંગ પૂલમાં એક્વા યોગ કર્યા હતા. જ્યારે આ એક્વા યોગમાં 100 કરતા વધુ મહિલાઓ જોડાઈ હતી.

ઉત્સાહભેર ભાગ: પાણીમાં વિવિધ યોગાસન કર્યા હતા. રાજકોટમાં છેલ્લા નવ વર્ષ કરતાં વધુ સમયથી રાજકોટમાં મહિલાઓ દ્વારા એક્વા યોગ કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ખાસ એક્વા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉંમરની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એકવાર યોગ કર્યા હતા.મહિલાઓએ પાણીમાં વિવિધ પ્રકારના યોગા કર્યારાજકોટના રેસકોર્સ ખાતે આવેલા લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે મહિલાઓએ એક્વા યોગ કર્યા હતા.

શરીર સ્વસ્થ: જે અંગે ગીતા કાનાબારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા આઠ નવ વર્ષથી એક્વા યોગ કરીએ છીએ. રાજકોટમાં ઘણી જગ્યાએ યોગા થાય છે પરંતુ એક્વા યોગા અમારા દ્વારા કરવામાં આવે છે મુખ્યત્વે જમીન ઉપર જે યોગા થઈ શકતા નથી તે પ્રકારના યોગા પણ પાણીની અંદર થઈ શકે છે અને પાણીમાં યોગા કરવાથી સ્ટેમીના પણ સારું રહે છે.

સમય અને સ્થળ મળે ત્યાં યોગા:જ્યારે તમે પ્રેક્ટિસ કરો તો સહેલાઈથી પાણીમાં પણ યોગા કરી શકો છો. અમે દર વર્ષે 100 કરતાં વધુ મહિલાઓ પાણીમાં એક્વા યોગા કરીએ છીએ. હું તમામ લોકોને મેસેજ આપવા માગું છું કે શક્ય હોય તો પાણીમાં યોગા કરવા અથવા તો તમને જ્યાં પણ સમય અને સ્થળ મળે ત્યાં યોગા કરવા જોઈએ કારણ કે યોગા કરવાના કારણે શરીર સ્વસ્થ રહે છે અને તેના ઘણા બધા લાભ થાય છે.

યોગા યોજાયા:કો-ઓર્ડીનેટર ભરતસિંહ પરમારના જણાવ્યા મુજબ કબા ગાંધીના ડેલામાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની સ્કાઉટ એન્ડ ગાઈડની 50 વિદ્યાર્થીનીઓ, રામકૃષ્ણ આશ્રમમાં એલ.બી.એસ.ની એન. એસ. એસ. ની 50 સ્વયંસેવિકાઓ તેમજમાં આનંદમયી કન્યા શાળાની 50 સહિત કુલ 100 વિદ્યાર્થીનીઓ, રાષ્ટ્રીય શાળા ખાતે કસ્તુરબા હાઈસ્કૂલની એન.એસ.એસ.ની 50 વિદ્યાર્થીનીઓ, જુયુબેલી બેન્ડ સ્ટેન્ડ ખાતે મહાત્મા ગાંધી હાઇસ્કુલલના સ્કાઉટના 100 કેડેટ્સ વિદ્યાર્થીઓ મળીને કુલ 300 જેટલા છાત્રો યોગાભ્યાસ કાર્યક્રમમાં જોડાયા હતા.

  1. International Yoga Day 2023: મોદીએ ભારતીય નૌકાદળ દ્વારા 'ઓશન રિંગ ઑફ યોગ'ની પ્રશંસા કરી
  2. International Yoga Day: CM પટેલની હાજરીમાં 1.45 લાખથી વધુ લોકોએ યોગા કરી રેકોર્ડ બનાવ્યો

ABOUT THE AUTHOR

...view details