- રાજવી પરિવારમાં વારસાઈ મિલ્કત વિવાદ
- બહેન બાદ ભત્રીજાએ માંધાતાસિંહ સામે દાવો કર્યો
- ભત્રીજાએ પણ વારસાઈ મિલ્કત મામલે વાંધો ઉઠાવ્યો
રાજકોટઃ રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલ્કતને લઈને એક બાદ એક નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે. જેમાં રાજવી માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલિકાદેવી વચ્ચેના વિવાદ બાદ હવે તેમના ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો છે. જેમાં તેમને માંધાતાસિંહના પિતા મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનું જણાવ્યું છે. જ્યારે અગાઉ અંબાલિકા દેવીએ વારસાઈ મિલ્કત મામલે કરેલી અરજી અંગે રાજકોટ પ્રાંત અધિકારીની કોર્ટમાં ચુકાદો બહેનના પક્ષમાં આવી ગયો છે, ત્યારબાદ બહેન દ્વારા હવે મનોહરસિંહજીએ કરેલી વસિયતને સિવિલ કોર્ટમાં પડકારાઈ છે. જે અંગેની તારીખ પણ બાર પાડવામાં આવી છે પરંતુ હવે ભત્રીજાએ પણ વારસાઈ મિલ્કત મામલે વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો:રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કતનો મામલો, અંબાલાદેવીના તરફેણમાં આવ્યો ચુકાદો
રાજવી પરિવારની તમામ મિલ્કતમાં માંગ્યો ભાગ
રાજકોટના વર્તમાન રાજવી માંધાતાસિંહના ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ વારસાઈ મિલ્કત અંગે દાવો કર્યો છે. આ દાવા સાથે રણશૂરવીરસિંહએ માંધાતા સિંહના પિતા મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમજ રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. જો કે, માંધાતાસિંહ અને બહેન અંબાલિકા દેવી વચ્ચેના વિવાદ મામલે કોર્ટમાં હજુ કેસની સુનાવણી શરૂ થઈ છે. એવામાં હવે ભત્રીજા રણશૂરવીરસિંહ દ્વારા પણ પરિવારની વારસાઈ મિલ્કત મામલે દાવો કરવામાં આવ્યા વધુ એક વખત રાજવી પરિવાર ચર્ચામાં આવ્યો છે.