ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉદ્યોગકારોને રાહત આપતું જિલ્લા વહીવટીતંત્રઃ રાજકોટમાં 6448 ઔદ્યોગિક એકમોને મંજૂરી - industrial units sanctioned in Rajkot

રાજયસરકાર દ્વારા જાહેર કરાયેલી ઔદ્યોગિક છૂટછાટ અન્વયે રાજકોટમાં 6448 ઔદ્યોગિક એકમોને જિલ્લા વહીવટીતંત્રએ મંજૂરી આપી છે.

રાજકોટ
રાજકોટ

By

Published : Apr 23, 2020, 3:50 PM IST

રાજકોટ: લોકડાઉનના પગલે રાજયસરકાર દ્વારા જાહેર કરાયેલી આંશિક ઔદ્યોગિક છૂટછાટ અન્વયે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 22 એપ્રિલથી જિલ્લાના કુલ 6448 ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે. ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના કુલ 6475 એકમોએ અરજી કરી હતી. જે પૈકી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 1999 એકમો તેમજ જી.આઇ.ડી.સી.બહારના 4999 એકમોને તેમના ઔદ્યોગિક એકમો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.

જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જે એકમોને મંજૂરી આપવામાં આવી છે. તે મુજબ 21 એપ્રિલ સુધી કુલ 1114 એકમો કાર્યાન્વિત થઇ શકશે. જયારે 22 એપ્રિલે લોધિકા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 333 અને પડધરી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 2 એકમો કાર્યરત કરવાની મંજૂરી અપાઇ છે.

જી.આઇ.ડી.સી.બહારના વિસ્તારોમાં 21 એપ્રિલ સુધી કુલ 3983 યુનિટસને તેમના ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી અપાઇ હતી. જયારે 22 એપ્રિલે ધોરાજીના 40, ગોંડલના 60, જસદણના 33, કોટડાસાંગાણીના 740, લોધિકાના 43, પડધરીના 57 અને રાજકોટ તાલુકાના 43 ઉદ્યોગોને લોકડાઉનના સમયમાં તેમની કામગીરી પુનઃ શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે.

રાજકોટ જિલ્લાના મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પણ લોકડાઉન દરમ્યાન તેમના એકમો શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે. જેમાં 21 એપ્રિલ સુધીમાં સમગ્ર જિલ્લાના કુલ 5089 એકમોને મંજૂરી આપવામાં આવી હતી. જયારે 22 એપ્રિલે ધોરાજીના 40, ગોંડલના 60, જસદણના 33, કોટડાસાંગાણીના 740, લોધિકાના 376, પડધરીના 59 અને રાજકોટ તાલુકાના 43 મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને લોકડાઉનના સમયમાં તેમની કામગીરી પુનઃ શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે.

ABOUT THE AUTHOR

...view details