રાજકોટમાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રાજકોટ: આવતી કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ (India v Sri Lanka - 2023) યોજાશે. બન્ને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. પરંપરાગત રીતે ઇન્ડિયન ટીમનું ગરબા રમીને સ્વાગત (GRAND WELCOME FOR TEAM INDIA IN RAJKOT) કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંડેરી મેદાનમાં (Saurashtra Cricket Association Stadium) આવતીકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ બન્ને ટીમો વચ્ચે મુકાબલો થશે.
ગરબાના તાલે ઝૂમી ખેલૈયાઓએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું સ્વાગત ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ: શ્રીલંકા અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે આવતીકાલે એટલે કે 7 જાન્યુઆરીના રોજ T20 મેચ યોજનાર છે. ત્યારે આ મેચને લઈને બંને ટીમોનું આગમન રાજકોટ ખાતે થઈ ચૂક્યું છે. ગરબાના તાલે ઝૂમી ખેલૈયાઓએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું સ્વાગત કર્યું છે. કુમકુમ અક્ષતના તિલક કરી બુકે આપી કર્યું ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. બંને ટીમો સિરીઝનીની જીત માટે પોતાની તમામ તાકાત સાથે મેચ રમશે. આવતીકાલે સિરીઝની ત્રીજી અને ફાઇનલ મેચ છે અને 3 મેચની સિરિઝમાં બંને 1-1થી બરાબર છે, તેવામાં જે ટીમ જીતશે તે સીરિઝ પર કબજો કરશે. જ્યારે રાજકોટમાં મેચ યોજનાર હોય તેને લઈને રાજકોટવાસીઓને ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:T20 મેચ માટે રાજકોટ પોલીસનો બંદોબસ્ત, રોડ ડાઈવર્ઝન પ્લાન શરૂ
પરંપરાગત રીતે સ્વાગત: રાજકોટની સૈયાજી હોટલ ખાતે ભારતીય ટીમના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. ત્યારે પરંપરાગત રીતે ઇન્ડિયન ટીમનું ગરબા રમીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ટીમના ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવાઈ હતી. જ્યારે ભારતીય ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર પણ ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આવતીકાલે સાંજના 7:00 વાગ્યાની આસપાસ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં મેચ રમનાર છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બંને ટીમના ખેલાડીઓને સ્ટેડિયમ ખાતે લઈ જવામાં આવશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત:રાજકોટ એરપોર્ટ પર સાંજના 4 વાગ્યાની આસપાસ બંને ટીમો આવી પહોંચી હતી. જ્યારે ભારતીય ટીમને રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સૈયાજી હોટલમાં રોકાણ આપવામાં આવ્યું છે. બીજી તરફ શ્રીલંકાની ટીમને 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ફોર્ચ્યુન હોટલમાં રોકાણ આપવામાં આવ્યું છે. બંને ટીમોને આગમનને પગલે રાજકોટ પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે. ત્યારે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. એવામાં આવતીકાલે બંને ટીમો સીધી જ ગ્રાઉન્ડ ઉપર મેચ રમવા જ જશે.
આ પણ વાંચો:ટીમ ઇન્ડિયા કાઠીયાવાડીની શાહી બનાવાટ અડદિયા સાથે રીંગણાના ઓળાની લિજ્જત માણશે
ટિકિટ કેવી રીતે બુક કરવી?BCCI અને તેમના ટિકિટ વિક્રેતાઓએ શ્રેણીની શરૂઆતના ચાર અઠવાડિયા પહેલા વેચાણ શરૂ કરે છે. ત્રીજી T20I માટે ટિકિટની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે અને તે 15,000 રૂપિયા સુધી જાય છે. બહાર નીકળ્યા વિના ઑનલાઇન ટિકિટ સરળતાથી બુક કરી શકાય છે.