અહીં છેલ્લા 15 વર્ષથી LTV ઉપર રહેતા સપનાબેનના માતા ભારતીય છે અને પિતા પાકિસ્તાની હિન્દૂ સિંધી છે. સપનાબેન વારંવાર પાકિસ્તાનથી ભારતમાં પોતાના નાનીમાને ત્યાં આવતા, જ્યાં ભારતનું વાતાવરણ તેમની પર પ્રભાવ પાડતું હતુ. વળી, ભારતનો સામાજિક માહોલ પણ તેમને ખૂબ ગમતો.
રાજકોટના જેતપુરમાં પાકિસ્તાની નાગરિકને મળી ભારતીય નાગરિકતા
રાજકોટઃ દેશભરમાં CAA અને NRC સામે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે જેતપુરમાં એક પાકિસ્તાની નાગરિકને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. સપનાબેન ઇંદ્રજીતભાઈ મામતોરાને ભારતીય નાગરિકતા અપાઈ છે. સપનાબેન માત્ર 18 વર્ષના હતા, ત્યારે તેના માતા પિતા સાથે ભારત આવીને વસ્યા હતા.
india-got-citizenship-pakistani-citizen
આ કારણોસર તેઓ વારંવાર તેમના માતા પિતાને કહેતા કે આપણે ભારતમાં જ વસી જઈએ અને 15 વર્ષ પહેલા તેના માતા પિતા સાથે રાજકોટમાં વસી ગયા હતા. પાકિસ્તાનના બદીન જિલ્લાના માલતીમાં જન્મ્યા હતા.
સપનાબેન ભારતના મુક્ત વાતાવરણમાં એક આઝાદીના શ્વાસ સાથે છેલ્લા 15 વર્ષથી ભારતીય નાગરિકતા માટે રાહ જોતા હતા. આજે તેમને CAA મુજબ નાગરિકતા મળતા તેમનું સ્વપ્ન પૂરૂ થયુ છે. તેમણે સરકારના આ કાયદાને આવકારવા સાથે મેરા ભારત મહાનનો નાદ કરીને પોતાની ખુશી દર્શાવી હતી.