ગુજરાત

gujarat

ETV Bharat / state

INDvsAUS: સિરિઝની બીજી મેચ રાજકોટમાં રમાશે, બંને ટીમે પ્રેક્ટિસ કરી - ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલ બીજી વન ડે

રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા સીરિઝની બીજી મેચ 17-02-2020ના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. ગુરૂવારે ભારત અને આસ્ટ્રેલિયાની બેન્ને ટીમોએ પ્રેક્ટિસ કરી હતી.

rajkot
રાજકોટ

By

Published : Jan 16, 2020, 5:20 PM IST

બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. નેટ સેશન દરમિયાન પણ ક્રિકેટ રસિયાઓ ખેલાડીઓને જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ ભારતની 10 વિકેટે હરાવ્યું હતું. ભારત આ મેચ સીરિઝ બચાવવા કરો યા મરોની સ્થિતિ વચ્ચે મેદાનમાં ઉતરશે.

રાજકોટમાં બીજી વનડેમાં વરસાદ પડે તેવું પણ અનુમાન છે. નોંધનીય છે કે, રાજકોટની પીચમાં વધારે રન બને છે. જેથી આવતીકાલને મેચની વધારે રન બનવાની શક્યતા છે.

રાજકોટ વન ડે: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલ બીજી વન ડે
ETV ભારતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેકેટરી હિમાંશુ શાહ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તમને જણાવ્યું હતું કે, સ્ટેડિયમની અંદાજીત 28 હજાર કરતા વધારે પ્રેક્ષકોની કેપિસિટી છે. તેમજ હાલ તમામ ટિકિટનું વહેંચાણ થઈ ગયું છે. મુખ્યપ્રધાન રૂપાણી આવતીકાલે મેચ જોવા માટે રાજકોટના સ્ટેડિયમમાં હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details