રાજકોટઃ રાજકોટમાં કોરોનાના સંક્રમણ સતત વધતું જાય છે. એવામાં કોરોનાની સાથે રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વધ્યો(Seasonal Epidemic in Rajkot) છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો સામાન્ય તાવ, ઉધરસ અને શરદીના કેસમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ ઉછાળો સર્જાયો છે. આ સાથે જ ડોઝ બાઈટના 371 કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં કોરોનાની સાથે સાથે સામાન્ય(General Epidemic in Rajkot) તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર(Health System in Rajkot) પણ દોડતું થયું છે.
સામાન્ય તાવ શરદી ઉધરસના 543 કેસ નોંધાયા
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળાની આંકડાકીય વિગત જોઈએ તો છેલ્લા એક અઠવાડિયામાં સામાન્ય તાવના 128, જ્યારે શરદી ઉધરસના 415 અને ઝાડા ઉલ્ટીના 76 કેસ નોંધાયા છે. આ સાથે જ ડોગ બાઈટના 371 કેસ, જ્યારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના એક એક કેસ નોંધાયા છે. આ કેસના આંક પરથી ખ્યાલ આવે છે કે શહેરમાં ઋતુજન્ય રોગચાળો પણ વધ્યો છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં(Rajkot Civil Hospital) દરરોજ OPD વિભાગમાં સારવાર માટે દર્દીઓની લાંબી લાઈનો પણ દેખાય છે.