- કોરોના પોઝિટિવ કેસમાં વધારો
- રાજકોટ શહેરમાં પણ પોઝિટિવ કેસમાં વધારો
- રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ, સુરત, બરોડા અને ત્યાર બાદ રાજકોટ શહેરમાં પણ પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે વિશેષ ચર્ચા કરી હતી. જ્યારે રાજકોટ શહેરની સાથે હાલ રાજકોટ ગ્રામ્યમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટર રમ્યા મોહન દ્વારા જણાવવામાં આવ્યું હતું.