- તહેવાર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી
- દિવાળીના તહેવાર બાદ મોટા શહેરોમાં કોરોના કેસમાં વધારો
- રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા
રાજકોટઃ દિવાળીના તહેવાર દરમિયાન રાજ્ય સરકાર(State Government) દ્વારા થોડી છૂટછાટ જાહેર કરવામાં આવી હતી. જેના કારણે વિવિધ ફરવાના સ્થળોએ લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જ્યારે રાજકોટ(Rajkot)માં પણ ફરવાલાયક સ્થળ ઉપર મોટા ભાગના લોકો એકઠા થયા હતા. જેને લઈને કોરોના સંક્રમણ (Corona transition)ફેલાવાનો ભય પણ ફેલાયો હતો. દિવાળી બાદ રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 8 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અગાઉ અઠવાડિયે માત્ર એક અથવા બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં એક સાથે 8 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Corona positive case)સામે આવતા આરોગ્ય તંત્ર કામગીરીમાં લાગ્યું છે.
છેલ્લા ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 8 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગત 8 તારીખે કોરોનાના એક સાથે 4 કેસ નોંધાયા હતા. જ્યારે 9 તારીખે કોરોના 2 કેસ અને 10 તારીખે પણ કોરોના 2 કેસ નોંધાયા છે. આમ હવે રાજકોટમાં ધીમે ધીમે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હાલ રાજકોટમાં કોરોનાના કુલ 8 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના કુલ 42,854 કેસ મનપા ચોપડે નોંધાયેલા છે. જોકે દિવાળી બાદ કોરોના કેસમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો: અમિત અરોરા