જસાપરમાં બનાવાયેલ પેટા આરોગ્ય કેન્દ્ર 100 ચો.મીટર જેટલી જગ્યામાં બનાવાયું છે. જેને બનાવવાનો 20 લાખ રૂપિયા ખર્ચ કરાયો છે. આ પેટાકેન્દ્ર સંપૂર્ણ સુવિધા યુક્ત બનાવાયું છે.
કેબિનેટ પ્રધાન બાવળિયાએ જસાપરમાં પેટા આરોગ્ય કેન્દ્રનો આરંભ કરાવ્યો આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, એક્ઝામીન ટેબલ, વોટર ક્લોરિનેશન, દવાઓ અને રસીકરણની સુવિધા, માહિતી-શિક્ષણ પ્રત્યાયનો ઉપયોગ કરીને જનજાગૃતતા ફેલાવવા માટેની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા જનહિતાર્થે ઉપલ્બ્ધ કરાવાઈ છે. જેનો લાભ જસાપર ગામની 3000ની વસ્તી ઉપરાંત આસપાસના 8 ગામના લોકોને મળનાર છે.
કેબિનેટ પ્રધાન બાવળિયાએ જસાપરમાં પેટા આરોગ્ય કેન્દ્રનો આરંભ કરાવ્યો આ પેટાકેન્દ્રનું કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ ઉદ્ઘાટન કર્યું હતુ, આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે છેવાડાના માનવીને આરોગ્ય વિષયક સુવિધા યુક્ત બનાવાયું છે.
પ્રધાન બાવળિયાએ રાજ્ય સરાકરની કામગીરી લોકો સમક્ષ રજૂ કરી આરોગ્ય વિષયક સુવિધા લોકોને ઘર આંગણે પહોંચાડવા સરકાર કાર્યરત છે. જસદણ-વિછીંયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વિકસાવવા મહત્તમ સબ આરોગ્ય કેન્દ્ર,પેટા આરોગ્ય કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે.