કોર્પોરેશન દ્વારા નિર્મિત અદ્યતન લાયબ્રેરી 3 માળની છે. આ લાયબ્રેરીમાં સિનિયર સિટીઝન સહિત નાના બાળકો માટે ખાસ સુવિધાઓ આપવામાં આવી છે. તેમજ તેમને ઉપયોગી થાય તેવા પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રંગીલા શહેરમાં મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યું અદ્યતન લાઈબ્રેરીનું લોકાર્પણ - Library
રાજકોટ: શહેરના સાધુવાસવાણી રોડ પર મહાનગરપાલિકા દ્વારા અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાયબ્રેરી કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે. જેમાં 30 હજારથી વધુ પુસ્તકો અને 4 હજારથી વધુ DVD મુકવામાં આવી છે. આ લાયબ્રેરીનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં મુખ્યપ્રધાન રુપાણીએ કર્યું લાઈબ્રેરીનું લોકાર્પણ
આ લાયબ્રેરીનું લોકાર્પણ CM રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે. CM સાથે આ પ્રસંગે રાજકોટના ધારાસભ્યો, મનપા કમિશ્નર, કલેક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.