ગુજરાત

gujarat

ETV Bharat / state

સીએમ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71મા વન મહોત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન - Ramanlal Patkar

રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 2 ઓગષ્ટના રોજ મુખ્યપ્રધાન રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કાર્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન
મુખ્યપ્રધાન રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન

By

Published : Aug 2, 2020, 6:29 PM IST

રાજકોટ: જિલ્લા મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 2 ઓગષ્ટના રોજ મુખ્યપ્રધાન જન્મદિને અર્બન ફોરેસ્ટ, આજીડેમ પાછળ સવારના 10: 30 કલાકે, રાજ્યના CM વિજય રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન તથા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન યોજાયું હતું.

મુખ્યપ્રધાન રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન

જેમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ પ્રધાન ગણપતભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંવેદનશીલ મુખ્યપ્રધાન રૂપાણીએ સૌ પ્રથમ 20માં સાંસ્કૃતિક વનના ઉદઘાટન પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ભારતના વનપ્રધાન કનૈયાલાલ મુનશીએ વન મહોઉત્સવ શરૂ કરાવેલા ભૂતકાળમાં રાજ્યમાં ગાંધીનગર ખાતે વન મહોઉત્સવ યોજાયો હતો.

મુખ્યપ્રધાન રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન

2004માં રાજ્યના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન મોદીએ રાજ્ય કક્ષાના જુદા જુદા જિલ્લાઓમાં વન મહો ઉત્સવનો શુભારંભ કરી પરંપરા મુજબ રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહ્યા છે.

ઘનિષ્ઠ વૃક્ષારોપણ સાથે સાથે રાજ્યમાં સાંસ્કૃતિક વનો બને તે માટે સરકાર કટીબદ્ધ છે. સૌ પ્રથમ “માં અંબાજી”ના આશીર્વાદથી અંબાજી ખાતે પ્રથમ સાંસ્કૃતિક વનશરૂ કરાયું હતું.

મુખ્યપ્રધાન રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન

રાજકોટ શહેરમાં અર્બન ફોરેસ્ટ ખાતે 20મુ સાંસ્કૃતિક વન ઉભું કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. અર્બન ફોરેસ્ટમાં 157 એકર વિશાળ જગ્યામાં શહેરનું એક વન વહેલી તકે ઉભું કરવા મહાનગરપાલિકા અને વનવિભાગને જણાવેલ વિશેષમાં રાજ્યકક્ષાના વન મહો ઉત્સવ અનુસંધાને 33 જિલ્લા, 250 તાલુકા, મહાનગરપાલિકાઓ અને નગરપલિકાઓ અને 5100 ગામોમાં 10 કરોડ રોપાનું વિતરણ કરવામાં આવશે.

વિશેષમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઇ ગયા છીએ ત્યારે રાજ્ય પ્રદુષણ મુક્ત, શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને પર્યાવરણ માટે આગળ લઇ જવા કટીબદ્ધ છે. કોરોના વાઈરસમાં કોરોનાના દર્દીને ઓક્સિજન ઘટી જાય છે ત્યારે શુદ્ધ ઓક્સિજનની આવશ્યકતા રહે છે.

પ્રાણવાયુની તો જગત આખાને જરૂરિયાત હોઈ છે અને વૃક્ષો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. મારા જન્મદિને માનવજાતના કલ્યાણ માટે કુદરતી ઓક્સિજન વધુને વધુ મળે તે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. “વનસ્પતિમાં પણ જીવ છે”, “છોડમાં રણછોડ છે”, “પીપળામાં પરષોતમમાં દર્શન છે” આપણા ભારત દેશની સંસ્કૃતિમાં આ એક ભવ્ય વારસો છે.

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજના આ અવસરે હું આ વનને “શ્રી રામવન” નામકરણ કરું છું. અંતમાં, તેઓએ જણાવ્યું કે, આપણું શહેર ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ બને તે દિશામાં આપણે સૌ આગળ વધીએ.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણપ્રધાન ગણપતભાઈ વસાવાએ જણાવેલ કે, જીવદયા અને વૃક્ષપ્રેમી રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીને ગુજરાતનું 6 કરોડજનતા વતી શુભેચ્છા પાઠવું છું. અગાઉ રાજ્યમાં વન મહોઉત્સવ ગાંધીનગર ખાતે જ યોજાતો. તે પરંપરા મુજબ રાજ્ય આગળ વધી રહ્યું છે. આખું વિશ્વ ગોબલ વોર્મિંગથી ચિંતિતિ છે, ત્યારે રાજ્ય સરકાર અ પડકારને પહોચી વળવા અનેક પ્રકારના પગલા લઇ રહી છે, CMના પ્રયત્નોથી રાજ્ય વનીકરણ દિશામાં આગળ વધી રહ્યું છે. મુખ્યપ્રધાન સ્વપન છે “ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત”. આ સંકલ્પને સાર્થક કરવા રાજ્ય કટીબદ્ધ છે.


કાર્યક્રમના પ્રારંભમાં વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ વન મહો ઉત્સવની માહિતી આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું.

જયારે સમારોહના અંતે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આભારવિધિ કરી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા “ગો ગ્રીન રથ”, “સંજીવની રથ” અને “ધનવંતરી રથ”નું પ્રસ્થાન કરાવ્યું અને સૌ મહાનુભાવોના નામની રાશી પ્રમાણેના વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

શહેરમાં હરિયાળીનો વ્યાપ વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકા કામગીરી હાથ ધરી રહી છે. અર્બન ફોરેસ્ટની ગ્રીન બેલ્ટ હેતુની કુલ 156.16 એકર જમીન સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી, 47 એકર ખુલ્લી જમીનમાં પ્રારંભિક તબક્કે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિકના વનના નિર્માણની કામગીરી હાથ ધરાશે.

જેમાં “તીર્થકર વન”, નક્ષત્ર વન અને રાશી વન” માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ “ઔષધિય વન”ના ભાગો વિકસિત વન વિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. આ જગ્યામાં ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુળતા ધરાવતા અંદાજ જુદી જુદી 55 થી 60 વિવિધ જાતના અંદાજે 55000થી વધુ જેટલી સંખ્યામાં ઓછા નીભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ-પ્લાન્ટ્સ વગેરે જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવશે.

વિજય રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોઉત્સવનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details