ગુજરાત

gujarat

ETV Bharat / state

નવજાત શિશુઓને ઘરઆંગણે સારવાર; ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ માટે 10 બેડનું યુનિટ કાર્યરત

રાજકોટના ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું યુનિટ બનાવવામાં આવ્યું છે. આ યુનિટનું ઉદ્ઘાટન થતાં જિલ્લા લેવલની સારવાર તાલુકા લેવલે મળતી શરૂ થઈ છે. જાણો સમગ્ર વિગતો ETV ભારતના આ અહેવાલમાં.

નવજાત શિશુ માટે 10 બેડનું યુનિટ કાર્યરત
નવજાત શિશુ માટે 10 બેડનું યુનિટ કાર્યરત

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 4:23 PM IST

ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ માટે 10 બેડનું યુનિટ કાર્યરત

રાજકોટ: ઉપલેટા શહેરમાં આવેલી સરકારી કોટેજ હોસ્પિટલમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું કામ ચાલી રહ્યું હતું. આ કાર્ય પૂર્ણ થઈ જતાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યુનિટમાં તાજા જન્મેલા બાળકો તેમજ નવજાત બાળકોને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે 10 બેડનું યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.

નવજાત શિશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ

નવજાત શિશુની સારવાર માટે યુનિટનું લોકાર્પણ:ઉપલેટા સિવિલ હોસ્પિટલની અંદર તાજા જન્મેલા બાળકો તેમજ અન્ય નવજાત બાળકોને જ્યારે જન્મતાની સાથે સારવાર લેવાની ખાસ જરૂર પડે છે ત્યારે બાળકને મોટા શહેરો કે મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરી સારવાર માટે ખસેડવું પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈને બાળકોને ક્યાંય બીજે લઈ જવાને બદલે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં જ સુવિધાઓ મળે તેવા હેતુસર 10 બેડના યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે.

નવજાત શિશુ માટે 10 બેડનું યુનિટ કાર્યરત

બાળકના જન્મ બાદ ઘણા બાળકોને શ્વાસની તકલીફ, ફેફસાની તકલીફ કે પછી કાચની પેટીમાં રાખવાની જરૂર પડે છે ત્યારે તેમને અન્ય શહેર કે મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરવું પડે છે. જેથી આ ઉપલેટા સિવિલ હોસ્પિટલની અંદર જ આ સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં અંદાજે 48 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. હવે જિલ્લા વિસ્તારમાં મળતી સેવાઓ તાલુકા વિસ્તારની અંદર ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળશે. ઉપરાંત આગામી સમયમાં બાળકોને વધુ સારી સારવાર અને સુવિધાઓ કેમ મળે તે માટે પ્રયત્ન શરૂ રહેશે. - ડો. ખ્યાતિ કેશવાલા (અધિક્ષક, ઉપલેટા સિવિલ હોસ્પિટલ)

ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ માટે 10 બેડનું યુનિટ કાર્યરત

ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા આ યુનિટમાં બાળકને કાચની પેટીમાં રાખવા, વેન્ટિલેટરની સુવિધા ઉપરાંત તાજા જન્મેલા બાળકને જ્યારે અન્ય કોઈ સારવાર કે સુવિધાઓની જરૂર હોય તે તમામ સુવિધાઓની સારવાર ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળી રહેશે.

  1. ભાવનગર ડિવિઝનમાં ચાલતી ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર, સાંસદ રમેશ ધડૂકે જેતલસર જંકશન રેલવે સ્ટેશનથી ટ્રેનને આપી લીલી ઝંડી
  2. ગોંડલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળી હરાજી ફરી શરૂ, તો લસણનો સારો ભાવ મળતા ખેડૂતોમાં આનંદો

ABOUT THE AUTHOR

...view details