ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ : વિરપુર સ્થાનિકો તેમજ ખેડૂતોએ ફાટક બંધને લઈને રેલ્વેવિભાગને આપ્યું આવેદન પત્ર - Somnath Jabalpur train

યાત્રાધામ વિરપુર (જલારામ) ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને જવા માટેનો જૂનો મશીતારા ગામ તરફના કાચા ગાડા માર્ગ પર રેલ્વેનું ફાટક આવેલું છે આ ફાટક ત્રણેક કલાકમાં માત્ર બે થી ત્રણ મિનિટ જ ખુલતું હોવાથી ખેડૂતો તેમજ સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને ખેડૂતો તેમજ ગ્રામજનોએ રેલ્વે વિભાગને આવેદન પત્ર આપ્યું છે.

virpur
રાજકોટ

By

Published : Dec 3, 2020, 9:07 PM IST

  • મસીતાળા જવાના ગાડા માર્ગ પર આવેલ છે રેલ્વે ફાટક
  • ગ્રામજનોએ રેલ્વે વિભાગને આપ્યું આવેદન પત્ર
  • આશરે 200 જેટલા ખેડૂતો કરે છે અવર જ્વર


રાજકોટ : વિરપુર ગામના સીમ વિસ્તારમાં રાણબાગ પાસે વર્ષોથી રેલ્વે ક્રોસિંગ આવેલું છે. આ ક્રોસિંગ પરથી વિરપુર - મસીતાળાનો વર્ષો જૂનો ગાડા માર્ગ આવેલ છે. આ ગાડા માર્ગનો મસીતારા ગામે આવવા જવા માટે તેમજ આશરે 500 જેટલા ખેડૂતો નિયમિત અવર જ્વર કરે છે. પરંતુ રેલ્વે ઓથોરિટી દ્વારા આ ક્રોસીંગ પર ઘણાં સમયથી એક ફાટક મૂકી દેવામાં આવ્યું છે, તે ફાટક બે ત્રણ કલાકે માત્ર બે થી ત્રણ મિનિટ જ ખોલવામાં આવે છે. તેમજ રાત્રે તો ફાટક ખોલવામા જ નથી આવતું. જેને લઈને ખેડૂતો તેમજ ગ્રામજનોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ : વિરપુર સ્થાનિકો તેમજ ખેડૂતોએ ફાટક બંધને લઈને રેલ્વેવિભાગને આપ્યું આવેદન પત્ર

ફાટક બંધ થતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી

હાલ કોરોના કાળમાં આ ટ્રેક પરથી માત્ર સોમનાથ જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થતી હોવાથી તંત્ર દ્વારા ટ્રેન પસાર થઈ ગયાના કલાક બાદ બંને તરફ ટ્રાફિક થયા બાદ માત્ર બે મિનિટ ફાટક ખોલે છે અને તુરંત જ પાછું ફાટક બંધ કરી દે છે. જેનાથી ખેતી કામે જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવે તંત્રથી ત્રસ્ત ખેડૂતોએ વિરપુર રેલવે સ્ટેશન માસ્ટરને આપ્યું આવેદન

હાલ ખેતીકામ માટે આઠ કલાક વીજળી મળે છે. તેમાં ત્રણ કલાલ તો ફાટક ખુલવાની રાહ જોવામાં જ પસાર થઈ જાય છે. રેલ્વે લોકોની સગવડતાને બદલે અગવડતા ઉભી કરતું હોય તેવું લાગી રહ્યું છે. રેલ્વે તંત્રથી ત્રસ્ત ખેડૂતોએ ફાટક પાસે હોબાળો મચાવી ફાટક ખોલો ફાટક ખોલોના નારા લગાવી ફાટકને ખેડૂતો માટે ખુલ્લું રાખવાની માંગ કરતું આવેદનપત્ર વિરપુર રેલ્વે સ્ટેશન માસ્ટરને આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details