- લોકોને જાગ્રતા આવે તે માટેના પ્રયત્ન અને અપીલ કરી રહ્યા
- વેક્સિન લીધા પછી કોરોના અને મૃત્યુનો ડર
- જિલ્લામાં માત્ર 18 ટકા વ્યક્તિઓને વેક્સિન અપાઇ
રાજકોટ : ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ લોકો વેક્સિન લેવાની મનાઇ કરી રહ્યા છે. તંત્ર દ્વારા સરપંચ, તલાટી મંત્રી, મનો વિજ્ઞાનભવનના અધિકારી સહિતના લોકો વેક્સિન લેવા કરી રહયા છે. વારંવાર અપીલ અને લોકોને જાગ્રતા આવે તે માટેના પ્રયત્ન કરી રહ્યા છે. ગામડામાં લોકોની માન્યતા એવી છે.
અંધશ્રધ્ધા અને ખોટી અફવાઓથી લોકો વેક્સિન લેવાનું ટાળે આ પણ વાંચો : બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ, રોજના 6 હજાર લોકોને અપાય છે વેક્સિન
વેક્સિન પછી મૃત્યુ થશે તેવા ભયથી લોકો વેક્સિન લઇ રહ્યા નથી
વેક્સિન લીધા પછી કોરોના થશે, મૃત્યુ થશે તેવા ભયથી લોકો વેક્સિન લઇ રહ્યા નથી. ગરીબ માણસ વેક્સિન લીધા પછી કોરોના થશે તો અમારી પાસે સારવારના પૈસા નથી અમે શુ કરશું ક્યાં જઇશું જેવા સવાલો અધિકારીઓને કરે છે.
વેક્સિનને લઈને લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી
જિલ્લામાં માત્ર 18 ટકા વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી હોવાનું ખુદ જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે ખુલવા પામ્યું હતું. વેક્સિનને લઈને લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ બાબત કબૂલી હતી.
અંધશ્રધ્ધા અને ખોટી અફવાઓથી લોકો વેક્સિન લેવાનું ટાળે આ પણ વાંચો : નવસારીમાં 20 રસીકરણ કેન્દ્રો પર 4000 યુવાઓને અપાઇ કોરોના વેક્સિન
અંધશ્રદ્ધા દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન કાર્ય કરી રહ્યું
લોકોની અંદર અંધશ્રદ્ધા દૂર કરવાનું કાર્ય આરોગ્ય વિભાગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન કરી રહ્યું છે. લોકોમાં વેક્સિનેશન પ્રત્યે જાગૃતતા આવે તે જરૂરી છે. રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે વેક્સિનેશન એક જ માત્ર ઉપાય છે.
અંધશ્રધ્ધા અને ખોટી અફવાઓથી લોકો વેક્સિન લેવાનું ટાળે