ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવને રામ ભગવાનનો શણગાર કરાયો - Shiv mandir in rajkot

રાજકોટ જિલ્લામાં આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભોળાનાથને શ્રી રામ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો હતો. 5 ઓગસ્ટ બુધવારના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું, ત્યારે તે સંદર્ભે ઘેલા સોમનાથ દાદાને પૂજારી હસુભાઈ જોશી દ્વારા શ્રી રામ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવને રામ ભગવાનનો શણગાર કરાયો
રાજકોટમાં આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવને રામ ભગવાનનો શણગાર કરાયો

By

Published : Aug 5, 2020, 5:07 PM IST

રાજકોટ: જિલ્લામાં આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના દરેક દિવસે અલગ-અલગ શણગારથી મહાદેવને સુશોભિત કરવામાં આવે છે. આજે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન હોવાથી મહાદેવને શ્રી રામ ભગવાનનો શરગાર કરવામાં આવ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક ભક્તો શિવ મંદિરે દર્શનાર્થે જતા હોય છે. પરંતુ, કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ધર્મસ્થાનો પર એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે, આજે વિશ્વભરમાં આવેલા શિવ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર સંચાલન દ્વારા ડિજિટલ માધ્યમથી ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details