રાજકોટ : રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરપ્રાંતિય શ્રમિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. આ સાથે જ હાઇવે પરના વાહનોમાં તોડફોડ કરી રસ્તો ચક્કાજામ કર્યો હતો. હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો પોતાના સામાન સાથે રસ્તા પર ઉતરી ગયા હતા અને જોરદાર હંગામો કર્યો હતો. પરપ્રાંતિયોની માંગ છે કે, તેમને પોતાના વતનમાં જવા દેવામાં આવે, આ સાથે જ શ્રમિકોએ અહીં આર્થિક ભીંસમાં હોય અને ખાવાનું ઓન ન મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટના શાપર વેરાવળમાં પરપ્રાંતિયોનો હોબાળો, હાઇવે કર્યો ચક્કાજામ - રાજકોટ જિલ્લા કલેક્ટર
રાજકોટના શાપર વેરાવળમાં પરપ્રાંતિયોએ હાઇવે ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો.
![રાજકોટના શાપર વેરાવળમાં પરપ્રાંતિયોનો હોબાળો, હાઇવે કર્યો ચક્કાજામ rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7230541-thumbnail-3x2-ghyg.jpg)
રાજકોટ શાપર હાઇવે ચક્કાજામ
રાજકોટના શાપર વેરાવળમાં પરપ્રાંતિયોનો હોબાળો, હાઇવે કર્યો ચક્કાજામ
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પરપ્રાંતિયો દ્વારા હોબાળો મચાવવામાં આવતા રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તેમને વતન જવા માટેની સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પ્રથમ વખત શ્રમિકો દ્વારા આ પ્રકારનો હંગામો કરવામાં આવ્યો છે. જો કે, અહીં મોટાભાગના કારખાનાઓ છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થઈ ગયા છે. છતાં પણ શ્રમિકો દ્વારા હોબાળો કરવામાં આવતા પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.
Last Updated : May 17, 2020, 10:26 AM IST