ગુજરાત

gujarat

ETV Bharat / state

108 સેવા પ્રસુતા માટે બની દેવદૂત, સ્ટાફે એમ્બુલન્સમાં જ કરાવી સફળ ડિલીવરી

રાજકોટમાં 108 ઈમરજન્સી એમ્બુલન્સના સુપરવાઈઝરે એમ્બુલન્સમાં જ પ્રસુતાની સફળ ડિલીવરી કરાવી (Women delivery in 108 Emergency Ambulance) હતી. પ્રસુતાને હોસ્પિટલ લઈ જતાં વખતે અસહ્ય પીડા થતાં તેને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો (108 Emergency Ambulance Service) હતો. તેના કારણે એમ્બુલન્સમાં જ ડિલીવરી કરાવવી પડી હતી.

By

Published : Dec 14, 2022, 12:13 PM IST

Updated : Dec 14, 2022, 3:23 PM IST

108 સેવા પ્રસુતા માટે બની દેવદૂત, સ્ટાફે એમ્બુલન્સમાં જ કરાવી સફળ ડિલીવરી
108 સેવા પ્રસુતા માટે બની દેવદૂત, સ્ટાફે એમ્બુલન્સમાં જ કરાવી સફળ ડિલીવરી

રાજકોટરાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આરોગ્યની ઈમરજન્સી સેવાની જરૂર પડે તો 108 ઈમરજન્સી એમ્બુલન્સ સર્વિસ 24 x 7 દિવસ તત્પર (108 Emergency Ambulance Service) રહે છે. 108 એમ્બુલન્સ એ અનેક લોકો માટે દેવદૂત સાબિત થઈ છે. આવી જ રીતે રાજકોટની એક પ્રસુતા માટે પણ આ એમ્બુલન્સ દેવદૂત સાબિત (Women delivery in 108 Emergency Ambulance) થઈ છે.

પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો શહેરના પુનીતનગર વિસ્તારમાં (Punitnagar Area Rajkot) રહેતા પ્રસુતા પૂજાબેન સાદમિયાને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પરિજનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. એટલે તેમણે 108 ઈમરજન્સી એમ્બુલન્સ સેવાને જાણ કરી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતાને દુખાવો થતાં એમ્બુલન્સમાં જ ડિલીવરી કરાવવાની ફરજ પડી હતી. ત્યારે સુપર વાઈઝરે મહિલાની સફળ પ્રસુતા (Women delivery in 108 Emergency Ambulance) કરી હતી.

એમ્બુલન્સમાં કરાવવી પડી ડિલીવરી

EMT ઘટનાસ્થળે પહોંચ્યા હતા આ કેસ અંગે વધુ માહિતી આપતા 108ના જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, 108ની રિંગ રણકતા જ ગણતરીની મિનિટોમાં જ 108ની ટીમના (108 Emergency Ambulance Service) ઈએમટી આસ્થા અગ્રાવત પાયલટ ગોપાલભાઈ ડાંગર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાને પીડા અસહ્ય હોવાથી 108 સાઈડમાં જ ઊભી રાખી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફે ડો. જિતેન્દ્ર પરમારની ઓનલાઈન મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ (Women delivery in 108 Emergency Ambulance) કરવામાં આવી હતી.

ડોક્ટરની ઓનલાઈન મદદ મેળવી કરાવી ડિલીવરી108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાની 108 સેવા દ્વારા અનેકવાર પ્રસુતા માતાને સેવા આપવામાં આવી છે, જે પ્રસુતા માતા મૃત્યદર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. 108ની સેવા (108 Emergency Ambulance Service) થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની પ્રસુતા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે તથા જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવે છે. આ રીતે ખરા અર્થમાં 108ની ઈમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ગરજ સારવાની પણ ભૂમિકા ભજવી રહી છે.

108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીઉલ્લેખનીય છે કે, વધુ સારવાર અર્થે આ મહિલાને રાજકોટની પદ્માકુંવરબા હોસ્પિટલ ખાતે (padmakuvarba hospital rajkot ) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ મહિલાને બાકીની સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા ૧૦૮ની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.

Last Updated : Dec 14, 2022, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details