રાજકોટ : સૌરાષ્ટ્રના મુખ્ય મથક એવા રાજકોટમાં દિનપ્રતિદિન ગુન્હાખોરીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પોતાના ઘરે માતા સાથે ઝઘડો થયા બાદ અચાનક ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ તેને પોતાના પ્રેમી રાહુલને આ અંગેની જાણ કરી હતી. જો કે, રાહુલે વિદ્યાર્થીનીની વાત સાંભળી જવાબ ન આપતા તેને અન્ય મિત્ર દિનેશ ભરવાડને ફોન કર્યો હતો. પરંતુ તે પણ કંઈ કામમાં હોવાથી દીનેશે અન્ય રીક્ષાચાલક મિત્ર એવા પ્રતિમ ભરવાડ ઉર્ફ મફને ફોન કરીને આ વિદ્યાર્થીનીને મદદ માટે જણાવ્યું હતું.
પ્રેમીએ પ્રેમિકા માટે મિત્રોની મદદ માગી, પણ મિત્રોએ તો.... - rajkot crime news
રાજકોટમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે બે ઈસમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં મામલો પોલીસ મથકે પહોંચતા મહિલા પોલીસે આ મામલે બન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
![પ્રેમીએ પ્રેમિકા માટે મિત્રોની મદદ માગી, પણ મિત્રોએ તો.... rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5983649-thumbnail-3x2-hfdf.jpg)
રાજકોટમાં
રાજકોટમાં ધો.10ની વિદ્યાર્થીની સાથે 2 ઈસમોએ આચર્યું દુષ્કર્મ
ત્યારબાદ મફો આ વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી અલગ અલગ જગ્યાએ ફેરવી હતી. ત્યારબાદ તેને રૈયાધાર વિસ્તારમાં આવેલ એક ઓરડીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મફાએ દુષ્કર્મ આચર્યા બાદ મોડી રાતે દિનેશ ભરવાડ નામના વિદ્યાર્થીનીનો મિત્ર આવ્યો હતો. અને તેને પણ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે, ઘટનાબાદ વિદ્યાર્થીનીએ પોતાના માતાપિતાને જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ રાજકોટ મહિલા પોલીસે આ મામલે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 6, 2020, 9:07 PM IST