ગુજરાત

gujarat

ETV Bharat / state

GSFC બાદ હવે ઇફ્કો દ્વારા આપતા ખાતરની બોરીઓમાં પણ ઓછું ખાતર - Gujarati News

રાજકોટઃ જેતપુરમાં સરકાર માન્ય સંસ્થા GSFC દ્વારા આપતા ડીએપી ખાતરની બોરીમાં 50 કિલોએ 700થી 800 ગ્રામ ઓછું ખાતર હોવાનું કૌભાંડ ઝડપાયા બાદ આ કૌભાંડના પડઘા આખા રાજ્યમાં જોવા મળી રહ્યા છે. એક પછી એક જિલ્લામાં આ પ્રકારનું ખાતર કૌભાંડ સામે આવી રહ્યું છે. જ્યારે શુક્રવારે રાજકોટના મઘરવાળા ગામના ખેડૂતોએ પણ સહકારી મંડળીમાં રાખવામાં આવેલા ખાતર પર જનતા રેડ કરી હતી. જે દરમિયાન રાજકોટમાં ઇફ્કો દ્વારા આપવામાં આવતા NPK ખાતરની બોરીઓમાં પણ ખાતરનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યુ હતું.

fertilizer

By

Published : May 11, 2019, 9:00 AM IST

સૌરાષ્ટ્રમાં પ્રથમ મગફળી કૌભાંડ, ત્યારબાદ તુવેર દાળ કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓમાં સરકાર માન્ય સંસ્થાઓની ખાતરની બોરીઓ માંથી 700થી 800 ગ્રામ જેટલું ખાતર ઓછું નીકળી રહ્યું છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિતના જિલ્લાઓમાં ખાતર કૌભાંડની ચર્ચાને લઈને હવે ખેડૂતો પોતે જ જનતા રેડ પાડી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં આવેલા મઘરવાળા ગામના ખેડૂતોએ પણ શુક્રવારે જાતે જ સહકારી મંડળીમાં રેડ કરી અને અહીં વેચાણ અર્થે રાખવમાં આવેલ ખાતરનો જથ્થો ચકાસ્યો હતો. જેમાં ઇફક્કોની ખાતરની બોરીઓમાં પણ 700થી 800 ગ્રામ જેટલું ખાતર ઓછું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સહકારી મંડળીના અગેવાનોનો થતા તેઓ ઓન તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યાં અને ખાતરનું વહેંચાણ અટકાવ્યું હતું.

ખાતરની બોરીઓમાંથી પણ કૌભાંડ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details