ગુજરાત

gujarat

રાજકોટમાં કોરોનાગ્રસ્ત માતા માટે ઓક્સિજન લઇને જતા સરપંચેને અકસ્માત નડ્યો

By

Published : May 6, 2021, 8:00 AM IST

કોરોના મહામારીની બીજી વેવમાં દર્દીઓને ઓક્સિજનની ખૂબ તાતી જરૂર પડી રહી છે. રાજકોટના સુર્યા રામપરાના સરપંચના માતા હોમ ક્વોરોન્ટાઇનમાં હોવાના કારણે તેમના માટે ઓક્સિજન લઈને પાછા આવી રહ્યા હતા પણ વચ્ચે અકસ્માત નડતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

corona
રાજકોટમાં કોરોનાગ્રસ્ત માતા માટે ઓકિસજન લઇને જતા સરપંચેને અકસ્માત નડયો

  • માતા માટે ઓક્સિજન લેવા જઈ રહેલા સરપંચને અકસ્માત નડ્યો
  • ટ્રકને ઓવરટેક કરવા જતા થયો અકસ્માત
  • સરપંચનું ઘટના સ્થળે જ મોત

રાજકોટ: કોરોનાના દર્દીઓને વારંવાર ઓક્સિજન જરૂર પડે છે અને ઘણા દર્દીઓને ઓક્સિજનના મળતા મોતને ભેટી રહ્યા છે. બુધવારે શહેરમાં કોરોનાગ્રસ્ત માતા માટે ઓક્સિજન લઇને જતા સંરપચનો ટ્રક સાથે અકસ્માતમાં અશોકભાઇનો એક હાથ ખભેથી છૂટો પડી ટ્રકના ઠાઠામાં ફસાઇને લટકી ગયો હતો. આ દ્રશ્યોથી અરેરાટી ઉપજી ગઇ હતી. સમગ્ર ઘટનામાં કુવાડવા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજકોટમાં કોરોનાગ્રસ્ત માતા માટે ઓકિસજન લઇને જતા સરપંચેને અકસ્માત નડયો

અકસ્માત નડ્યો

પોલીસ તપાસમાં સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સુર્યા રામપરા ગામના સરપંચ અશોકભાઇ ઝાલા કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા બાબતે કુવાડવાના આગેવાન સાથે વાતચીત કરવા માટે અને પોતાના માતા હોમ ક્વોરન્ટાઇનમાં હોવાના કારણે તેમના માટે ઓકિસજનનો બાટલો લેવા માટે જતા હતા, પંરતુ રસ્તામાં અક્સ્માત થતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અશોકભાઇને ગંભીર હાલતમાં રાજકોટની 2 અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

ટ્રકને ઓવરટેક કરવા જતા થયો અકસ્માત

અશોકભાઈ રાતે અગિયારેક વાગ્યે પરત પોતાના ગામ તરફ જઇ રહ્યા હતાં ત્યારે કુવાડવા વાંકાનેર હાઇવે પર રાણપુર નજીક આર.કે.હબ પાસે સામેથી આવતા ટ્રકને વટાવવા જતાં કાર ધડાકાભેર દીવાલ સાથે અથડાઈ હતી અને આધેડને શરીરે અને માથે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details