રાજકોટ : મુખ્યપ્રધાન રૂપાણીના આદેશ બાદ સુરતથી ખાસ ડી વિન્ડીંગ મશીન મંગાવીને હાલ નદીમાંથી આ ગાંડી વેલ દૂર કરવામાં આવી રહી છે. ત્યારે આગામી એક માસ જેટલો સમય આ વેલને દૂર કરવામાં લાગશે તેમ તંત્રએ જણાવ્યું છે.
રાજકોટમાં ખાસ ડી વિન્ડર મશીન દ્વારા ગાંડી વેલ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ - removal-of-vine
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ અને તેના આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ભયંકર ત્રાસ છે. આ મચ્છરો નદીમાં રહેલી ગાંડી વેલના કારણે ઉદ્દભવી રહ્યા છે. જેને લઈને રાજકોટ મનપા અને વહીવટી તંત્ર દ્વારા આ ગાંડી વેલને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
in-rajkot-the-removal-of-vine-from-the-wind-machine-was-done-to-eliminate-mosquitoes
ઉલ્લેખનીય છે કે મચ્છરોના ત્રાસના કારણે તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહિ કરતી હોવાના કારણે યાર્ડના વેપારીઓ દ્વારા વિરોધના ભાગરૂપે અગાઉ રાજકોટ મોરબી હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવ્યા તેમના પર પણ પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેને લઈને અંદાજીત 300 ઈસમો પર પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કેસ કરવામાં આવતા યાર્ડના વેપારીઓ રોષે ભરાયા હતા અને યાર્ડમાં હડતાળ પાડી હતી. જેનો આજે છઠ્ઠો દિવસ છે.