ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મનપાના પાણીનો કાળો કારોબાર આવ્યો સામે - gujaratinews

રાજકોટ : શહેરના રૈયાધાર વિસ્તારમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાકટર વાળા ટેન્કરોમાં પાણી ભરી બહાર બાજુ વહેંચાતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે મનપા કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સી શાંતિલાલ ગાંગજીભાઈ એન્ડ કંપનીને રૂપિયા એક લાખનો દંડ અને બ્લેક લિસ્ટ કરવાની નોટિસ ફટકારી છે. મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ વાળા પાણીના ટેન્કરો મોડીરાત્રે પાણી ભરીને 10 હજાર લીટર પાણી રૂપિયા એક હજારમાં વહેંચાતું હોવાનું સામે આવ્યુ છે.

રાજકોટમાં મનપાના પાણીનો કાળો કારોબાર આવ્યો સામે

By

Published : Apr 27, 2019, 4:44 AM IST

હાલ ઉનાળો શરૂ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પાણીની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ રહી છે. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પૈસા લઈને વહેચવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પાણી ભરેલા ટેન્કર ઝડપતા મામલો વધુ ગરમાયો હતો. રાજકોટના રૈયારોડ ખાતે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ વાળું ટેન્કર પાણી ભરેલું ઝડપાયું હતું.

રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ વાળું ટેન્કર મનપાનું 10 હજાર લીટર પાણી રૂપિયા એક હજારમાં બહાર વહેંચવામાં આવે છે. ફરિયાદ સામે આવતા મનપા કમિશ્નર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને 1 લાખ રૂપિયા દંડની નોટિસ ફટકરાઈ હતી. એજન્સીને બ્લેકલીસ્ટ અંગેની નોટિસ પણ આપવાની સૂચના કરી હતી. આ સમગ્ર મામલે હાલ મનપા વિજિલન્સ શાખા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details