રાજકોટઃ રાજકોટની ભાગોળે આવેલા નવાગામ નજીકની રંગીલા સોસાયટીમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમતા હોવાની ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી. જેને લઈને ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજકોટમાં ક્રાઇમબ્રાન્ચે જુગાર રમતા 10 ઇસમોને ઝડપી પાડ્યા - 10 ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપાયા
રાજકોટની ભાગોળે આવેલા નવાગામ નજીકની રંગીલા સોસાયટીમાં જુગાર રમતા 10 ઇસમોને ક્રાઇમબ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ તેમની પાસેથી 36 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટમાં ક્રાઇમબ્રાન્ચે જુગાર રમતા 10 ઇસમોને ઝડપ્યા
આ કામગીરી દરમિયાન પોલીસે 10 ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમજ 36 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બે ઈસમો ભાગવામાં સફળ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રના કેટકેટલા વિસ્તારમાં લોકો જુગાર રમતા હોય છે. જેને લઈને પોલીસ પણ ભીમ અગિયારસના તહેવારને લઈને એલર્ટ થઈ હતી..