ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કૃષી બિલનો કરવામાં આવ્યો વિરોધ - Rajkot City Congress

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કૃષી બિલના વિરોધને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ કોંગ્રેસના નેતા નરેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં કૃષી બિલને લઈને વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલનો કરવામાં આવ્યો વિરોધ
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલનો કરવામાં આવ્યો વિરોધ

By

Published : Dec 22, 2020, 1:32 PM IST

  • રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કૃષી બિલને ફાડીને કરવામાં આવ્યો વિરોધ
  • કૃષી બિલના વિરોધને લઈને પત્રકાર પરિષદ યોજાઇ
  • પત્રકાર પરિષદમાં રાજ્યના પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ કોંગ્રેસના નેતા રહ્યા હાજર

રાજકોટઃ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કૃષી બિલના વિરોધને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ કોંગ્રેસના નેતા નરેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કૃષી બિલને લઈને વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન ખેડૂત આંદોલનમાં શહીદ ખેડૂતોને કોંગ્રેસ દ્વારા 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી પર કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસના પ્રદેશ નેતા નરેશ રાવલ દ્વારા કૃષી બિલને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદી દ્વારા તાજેતરમાં જ લેવામાં આવેલી ગરૂદ્વારાની મુલાકાતને લઈને પણ જણાવ્યું હતું કે, ખેડૂતોને રીઝવવા માટે મોદીએ ગુરૂદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં ગુજરતમાંથી પણ આંદોલન સ્થળે જઇ રહ્યા છે.

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલનો કરવામાં આવ્યો વિરોધ

કૃષી બિલના વિરોધમાં યોજવામાં આવશે કાર્યક્રમ

કોંગ્રેસ દ્વારા આગામી એક અઠવાડિયામાં કૃષી બિલના વિરોધમાં અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાના ગામડાઓમાં ઘરે ઘરે જઈને નવા કૃષી બિલ અંગેના કાયદાઓનો ગેરલાભ સહિતના મુદ્દે ખેડૂતોને1 પત્રિકા આપીને સમજાવશે. આ સાથે જ ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોને કિસાન આંદોલનમાં પણ લઈ જવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details