ગુજરાત

gujarat

ETV Bharat / state

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું, રાજ્યમાં હવે નહીં થાય ત્રિપાંખિયો જંગ - Gujarat Political News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) લડવા માટે હવે સમાજવાદી પાર્ટી (Samajwadi Party Gujarat) પણ મેદાને ઉતરી છે. રાજકોટમાં પાર્ટીએ આ માટે 15 જેટલા ઉમેદવારોની યાદી (Samajwadi Party Gujarat Candidate) પણ જાહેર કરી દીધી છે. અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે બીજી યાદી ટૂંક સમયમાં જાહેર થશે. એટલે કે આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો નહીં પરંતુ મહાજંગ થશે તે નક્કી છે.

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું, રાજ્યમાં હવે નહીં થાય ત્રિપાંખિયો જંગ
સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું, રાજ્યમાં હવે નહીં થાય ત્રિપાંખિયો જંગ

By

Published : Nov 11, 2022, 9:23 AM IST

Updated : Nov 11, 2022, 10:02 AM IST

રાજકોટરાજ્યમાં વિધાસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓ (Gujarat Political News) પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરીને તૈયારીને આખરી ઓપ આપી રહી છે. પહેલા કહેવાતું હતું કે, રાજ્યમાં આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણ પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે, પરંતુ આ ધારણા ખોટી પાડી દીધી છે સમાજવાદી પાર્ટીએ. આ પાર્ટી પણ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડશે. રાજકોટમાં પાર્ટીએ 20 વિધાનસભા બેઠક માટે 15 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષે આપી માહિતી જિલ્લાના ઉપલેટા શહેરમાં સમાજવાદી પાર્ટીના (Samajwadi Party Gujarat) ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મયૂર સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને આ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાં અબડાસા, માંડવી, ભૂજ, ગાંધીધામ, જેતપુર, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર ગ્રામ્ય, સુરત પૂર્વ, ઉધના, વલસાડ, રાધનપુર, વેજલપુર, અમરાઈવાડી, પોરબંદર સહિતની વિધાનસભાઓ માટેની પ્રથમ યાદી (Samajwadi Party Gujarat Candidate) જાહેર કરી હતી.

જયેશ રાદડિયાને રાજૂ સરવૈયા આપશે ટક્કર

પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર સમાજવાદી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 20 યાદીઓમાં 15 જેટલા નામો જાહેર કરવામાં આવ્યા છે,. ત્યારે હજી પણ 5 બેઠકો માટેનું મનોમંથન ચાલતું હોવાનું તેમ જ આગામી સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે તેવું પણ ગુજરાત પ્રદેશ સમાજવાદી પાર્ટીના ઉપાધ્યક્ષ મયુર સોલંકીએ (Samajwadi Party Gujarat) જણાવ્યું હતું.

જયેશ રાદડિયાને રાજૂ સરવૈયા આપશે ટક્કર આ યાદીની અંદર રાજકોટ જિલ્લાની 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભા ઉપર પૂર્વ કેબિનેટ પ્રધાન અને ભાજપના સ્થાનિક જયેશ રાદડિયાને (Jayesh Radadiya BJP Candidate) ટક્કર મારવા માટે રાજુ સરવૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વિધાનસભાની અંદર સમાજવાદી પાર્ટીના (Samajwadi Party Gujarat) જેતપુર-જામકંડોરણા વિધાનસભાના ઉમેદવારનો બહોળો સમાજ હોવાની પણ વિગતો સામે આવી છે.

જેતપુરમાં રસાકસીત્યારે આ વિધાનસભા ઉપર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજૂ સરવૈયાના સમાજનું બીજા નંબરનું સૌથી વધુ મતદાન હોવાની વિગતો સામે આવી છે. ત્યારે જેતપુર વિધાનસભાની અંદર પણ રસાકસીનો ખેલ થશે તેવી પણ વિગતો સામે આવી રહી છે. જોકે, હજી પણ કૉંગ્રેસના ઉમેદવાર અંગે મનોમંથન ચાલતું હોવાની વિગતો સામે આવી છે.

Last Updated : Nov 11, 2022, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details