ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં શરાફી મંડળીએ 4200 લોકોનું ફુલેકુ ફેરવ્યું, 60 કરોડ રૂપિયા ફસાયા - Sharafi Mandali in Rajkot

રાજકોટ શહેરના ઢેબર રોડ પર રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજર 4200 લોકોનો વિશ્વાસ કેળવી 60 કરોડ જેટલી રકમ એકઠી કરી પલાયન થઇ ગયા હતા. આ ઘટનામાં 22 જેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

રાજકોટમાં શરાફી મંડળીમાં 4200 લોકોના 60 કરોડ રૂપિયા ફસાયા
રાજકોટમાં શરાફી મંડળીમાં 4200 લોકોના 60 કરોડ રૂપિયા ફસાયા

By

Published : Jan 1, 2021, 4:35 PM IST

  • રાજકોટમાં શરાફી મંડળીએ 4200 લોકોના 60 કરોડ રૂપિયાનો ધુંબો માર્યો
  • સહકારી મંડળીના ચેરમેન 60 કરોડ જેટલી રકમ એકઠી કરી પલાયન
  • 22 જેટલા સભ્યો આ છેતરપિંડીનો ભોગ બન્યા

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર આવેલી શ્રીમદ ભવનમાં બીજા માળે આવેલી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજર 4200 લોકોનો વિશ્વાસ કેળવી 60 કરોડ જેટલી રકમ એકઠી કરી પલાયન થઇ ગયા છે. રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અંતે કોઠારીયા રોડ અને દેવપરા પાસે રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા સંજયભાઈ સોજીત્રાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ કરી છે તેના જ પરિવારના 22 જેટલા સભ્યો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. દેવાંગભાઈ મનસુખભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, મારી દોઢ વર્ષની પુત્રી સાક્ષીના જીયાણાના 60 હજાર ફિક્સ ડિપોઝીટમાં મૂક્યાં હતા અને તે પણ ફસાય ગયા છે.

દોઢ વર્ષની પુત્રીના જીયાણાના 60 હજાર પણ ફસાયા

દેવાંગભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા મને ખબર પડી કે રામેશ્વર શરાફી મંડળીમાં છેડછાટ થઇ રહી છે અને મંડળી ઉઠી ગયાના સમાચાર મળ્યા હતા. આથી હું મંડળીએ ગયો તો તેણે કહ્યું હતું કે પૈસા મળી જશે. મારી છોકરીના જીયાણામાં સગા-સંબંધીઓએ આપેલા પૈસા સહિત મેં મારી દીકરીના નામે 60 હજાર રૂપિયા ફિક્સ ડિપોઝીટમાં એક વર્ષની મુદ્દતે મૂક્યા હતા. હવે આ બાબતે કોઈ જવાબ દેતું નથી એટલે મેં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

થાપણદારોની તગડી રકમ ફસાઈ

ફરિયાદી સંજયભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, ચેરમેન સંજય દુધાગ્રા અમારા સગામાં થતો હોવાથી અમે ભરોસો રાખ્યો હતો. 11 વર્ષથી મંડળી ચલાવતો હતો. એક વર્ષના વાર્ષિક 12 ટકાના વ્યાજદરે ફિક્સ ડિપોઝીટમાં મારા પિતા જયંતીભાઈએ તેમની કમાણીના 11 લાખ આપ્યા હતા. 2014માં પિતાનું અવસાન થયું હતું.જયંતીભાઈએ જે-તે સમયે પરિવારના અલગ-અલગ 22 સભ્યોની ફિક્સ ડિપોઝીટ કરાવી હતી. જૂન માસમાં આ ડિપોઝીટ પાકતી હતી. જેનું વ્યાજ લેવા મંડળીના ચેરમેન પાસે જતા તેણે પૈસાની સગવડ નથી બે મહિના પછી આવજો તેવું કહ્યું હતું. ત્યારબાદ તેણે ઓફિસ બંધ કરી દીધી હતી. ધીમે ધીમે માલુમ પડ્યું કે અનકે થાપણદારોની તગડી રકમ ફસાઈ છે અને લોકો ધક્કા ખાઈ રહ્યાં છે.

રાજકોટમાં શરાફી મંડળીએ 4200 લોકોનું ફુલેકુ ફેરવ્યું, 60 કરોડ રૂપિયા ફસાયા

22 સભ્યોના 3,11,67,000 રૂપિયા ફસાયા

ફરિયાદી સંજયભાઈ જેન્તીભાઈ સોજીત્રા સહિત પરિવારના 22 સભ્યોના 3,11,67,000 રૂપિયા ફસાયા છે. આ સિવાય નામ જોગ યાદી જોઈએ તો નિશાબેન હેમંતભાઈ પરમાર-21,18,000, અશોક ચંદુભાઈ મારૂ-28, 56,900, ડેનિશ કૌશિકભાઈ ચાવડા-7,59,000, હીરાભાએ મેવાડા-30,00,000, અનિલ ધીરૂભાઈ ટીંબડિયા-15,50,000, હિતેશ કરમશી દુધાગ્રા-12,00,000, હર્ષાબેન દુર્લભજી કારેલિયા- 5,50,000, જગદીશ ખોડાભાઈ રાઠોડ-37,40,000, જયસુખ પરસાણા-34,69,000, શાંતિ વેલજીભાઈપેઢડિયા-18,20,000, હરેશ ગોહિલ-22,35,000, અલ્પેશ કાલરિયા-33,75,000, સાગર દુધાગ્રા-4,50,000, રમેશ સભાડિયા-1,50,000, પ્રફુલ ઢોલરીયા-3,50,000, મુકેશ લિંબાસીયા-4,00,000નો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોના 3,11,00,000થી વધુ રૂપિયા મળી 4200 લોકોના 60 કરોડ રૂપિયા પડાવી લીધા છે.

ABOUT THE AUTHOR

...view details