- રાજકોટમાં 16 ખાદ્યપદાર્થોની દુકાનો પર દરોડા
- બટાકા, ચટણી જેવા 42 કિલો અખાદ્ય પદાર્થ ઝડપાયો
- ફુડ વિભાગે આરોગ્ય સાથે ચેડાં કરતાં શખ્સો વિરુદ્ધ કાર્યવાહી
રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગ(Rajkot Food Department) દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી ખાદ્ય પદાર્થની 16 જેટલી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અને ફુડ વિભાગ દ્વારા 42 કિલો જેટલો અખાદ્ય પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા બે જેટલા સ્થળોથી ડ્રાયફુટના નમૂના પણ લેવામાં આવ્યા હતા અને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ દિવાળી બાદ પણ ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
42 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો
ફૂડ વિભાગની(Food Department) ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી 16 જેટલી ખાદ્ય પદાર્થની દુકાનમાં જ વહેલી સવારથી જ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. જેમા 42 કિલોગ્રામ જેટલો અખાદ્ય પદાર્થોનો જથ્થો(The amount of inedible substances) ઝડપાયો હતો. જેનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. આ અખાદ્ય પદાર્થમાં શહેરના ભગવતીપરા મેઈન રોડ પર આવેલા સરસ્વતી પાણીપુરી સેન્ટરમાંથી 25 કિલો જેટલા વાસી બટાકા, 2 કિલો વાસી ખારેક અને 15 લીટર જેટલી વાસી ચટણી ઝડપાઈ હતી. આ તમામ વસ્તુઓનો ખાદ્યો ફુડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરાઈ હતી.