- રાજકોટ રેસકોર્સમાં ભાજપના કોર્પોરેટરે રૂપિયા 2.56 લાખનું કૌભાંડ ઝડપ્યું
- કોર્પોરેટર મનીષ રાડીયા દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ
- રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ દ્વારા તપાસના આદેશ
રાજકોટઃ જિલ્લા ભાજપના કોર્પોરેટર અને મનપા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષ રાડીયા દ્વારા શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ વોક-વેમાં આવશ્યકતા મુજબના રિપેરિંગનું રૂપિયા 16.45 લાખનું કામ આ અગાઉ કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને સોંપવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 2.56 લાખના જૂના કરવામાં આવ્યો છે. કોર્પોરેટર મનીષ રાડીયા દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં અમુલ પાર્લરમાં ડૂપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ, 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
કન્ટ્રક્શનના કામમાં દરમિયાન કૌભાંડ આચર્યું
રેસકોર્સ ગાર્ડનમાં હાલ ધોલપૂરી સ્ટોન રિફીટિંગ કામ ઉપરાંત ચેઈનલીંક ફેન્સિંગ, ફરકડી, રિપેરિંગ કામ તથા કલર કામ થઈ રહ્યું છે. જે અન્વયે આ ગાર્ડનમાં વોક-વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા. જેને લઈને આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા આશરે રૂપિયા 3 લાખથી વધુની કિંમતના જૂના ધોલપૂરી સ્ટોન પાથરીયા હતા અને કૌભાંડ આચર્યું હતું. જે મામલાની જાણ ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષ રાડીયાના ધ્યાને આવતા તેઓએ ઘટના સ્થળે જઈને સમગ્ર બાબત તપાસી હતી.
આ પણ વાંચોઃલાઈટબીલની રકમ પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઈન ઠગાઈ આચરતી ગેંગ ઝડપાઈ
કૌભાંડ મામલે ટોચના આદેશ અપાયા
રાજકોટના હાર્દ સમાન એવા રેસકોર્સ ગાર્ડનનું બ્યુટીફિકેશનું કામ શરૂ હતું અને આ કામમાં કૌભાંડ થઈ રહ્યાનું મનીષ રાડીયાને ધ્યાને આવતા તેમના દ્વારા ઘટના સ્થળે જઈને રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. તેમજ આ બાબતે કૌભાંડ થયાનું સામે આવતા તેમના દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને જાણ કરવામાં આવી હતી. જ્યારે આ વાતની જણ થતા જ પુષ્કર પટેલ અહીં દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલે કોર્પોરેશનના જરૂરી અધિકારીઓને તપાસ કરવાના આદેશ કર્યા હતા.