રાજકોટ : દેશભરમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા કોઇને કોઇ મુદ્દે હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતા ખંડીત કરવાના પ્રયાસો કરવામાં આવતો હોય છે. પરંતુ ગોંડલમાં મુસ્લિમ બિરાદર પ્રખ્યાત આર્ટિસ્ટ કે જેમના નામે બિગ વૉલ પેઇટિંગ ઓફ ઇન્ડિયા છે. તે મુનિર બુખારીજીએ પોતાની કલાની કળાથી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યુ છે.
રાજકોટ: મુસ્લીમ આર્ટિસ્ટે ગણપતિજીના મંદિરમાં કલા પાથરી કોમી એકતાની મિસાલ આપી - રાજકોટ: મુસ્લીમ આર્ટિસ્ટે ગણપતિજીના મંદીરમાં કલાની કારીગરી પાથરી કોમી એકતાની મીશાલ આપી
રાજકોટના ગોંડલમાં મુસ્લીમ આર્ટિસ્ટે શહેરના પ્રખ્યાત ગણપતિજીના મંદિરમાં કલાની કારીગરી પાથરી કોમી એકતાની મોટી મિસાલ આપી છે.
![રાજકોટ: મુસ્લીમ આર્ટિસ્ટે ગણપતિજીના મંદિરમાં કલા પાથરી કોમી એકતાની મિસાલ આપી etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7278470-349-7278470-1589978326382.jpg)
રાજકોટ: મુસ્લીમ આર્ટિસ્ટે ગણપતિજીના મંદીરમાં કલાની કારીગરી પાથરી કોમી એકતાની મીશાલ આપી
તેમણે પોતાની ચિત્રની કલા દ્વારા શહેરના પંચવટી સોસાયટીના ગણપતીજીના પ્રખ્યાત મંદીર પાપાહારી ગણપતિ મંદિરની મુર્તીને તેમની પીંછીથી નવા રંગરૂપ આપી શણગારી હતી.