આજીડેમ વિસ્તારમાં રહેતા જયેશ ચાવડા નામના 43 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી છે. જયેશ ચાવડાને દિલીપ નામના યુવાનની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.
રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર - crime news of rajkot
રાજકોટઃ તાલુકામાં પ્રેમસંબંધ મામલે આધેડની હત્યા થતાં ચકચાર મચી છે. હત્યા કર્યા બાદ આરોપી સામેથી થોરાળા પોલીસ સ્ટેશનનમાં હાજર થયો હતો. ત્યારે પોલીસ સહિત સમગ્ર પંથકમાં ઊહાપોહ જોવા મળ્યો હતો.
રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
આરોપી અને મૃતક વચ્ચે બે દિવસ પહેલા બબાલ થઈ હતી. જેને લઈ રવિવારના રોજ જયેશની દિલીપે હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ સામેથી થોરાળા પોલીસ મથકમાં હાજર થઈ પોતાનો ગૂનો કબૂલ્યો હતો.