રાજકોટ: શહેરના કોઠારીયા રોડ પર આવેલા પાણીના ટાંકા પાસે સુખરામનગર શેરી નંબર 5માં અશ્વિન મારુના મકાનમાં દરોડા પાડતા કોંગી કોર્પોરેટર નિલેશ મારુ સહિત ચાર ઇસમોને જુગાર રમતા ઝડપાયા હતા. ક્રાઈમબ્રાન્ચે ઈસમો પાસેથી રૂપિયા 93,200 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં કોંગી કોર્પોરેટર સહિત જુગાર રમતા ચાર ઝડપાયા - Rajkot congress corporater
રાજકોટ ક્રાઈમબ્રાન્ચે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના કોંગી કોર્પોરેટર સહિત ચાર ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચે અશ્વિન મારુના મકાનમાં દરોડા પાડતા કોંગી કોર્પોરેટર નિલેશ મારુ સહિત ચાર ઇસમોને જુગાર રમતા ઝડપી પાડી રોકડા રૂપિયા 93,200 કબ્જે કર્યા હતા.
રાજકોટમાં કોંગી કોર્પોરેટર સહિત જુગાર રમતા ચાર ઝડપાયા
જેમાં અશ્વિન મારૂ, નિલેષ મારૂ (કોર્પોરેટર), ધીરુભાઈ મારૂ, ઉપેન્દ્રભાઈ મારૂનો સમાવેશ થાય છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચએ આ તમામ લોકોને ઝડપી પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.