- રાજકોટમાં ચોરી કરતા ડિલિવરી બોયની ધરપકડ કરી
- ડિલિવરી બોયે કંપનીના ગોડાઉનમાંથી 3 લાખથી વધુની ચોરી કરી
- મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની ઉઠાંતરી કરી
રાજકોટઃરાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot Crime Branch )ઓનલાઇન શોપિંગ કંપની(Online shopping company ) એવી ફ્લિપકાર્ટના ડિલિવરી બોયની (Flipkart Delivery Boy)ધરપકડ કરી છે. જ્યારે તેની વધુ તપાસમાં સામે આવ્યું છે કે ડિલિવરી બોયે કંપનીના ગોડાઉનમાંથી વિવિધ કંપનીના 10 જેટલા મોબાઇલ ચોર્યા (10 mobiles stolen)છે. આ સાથે જ હાર્ડ ડિસ્ક અને સ્માર્ટ વોચ સહિતની વસ્તુઓની પણ ઉઠાંતરી કરી છે. જ્યારે કુલ રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ આ શખ્સ પાસેથી ઝડપાયો છે. જ્યારે તેને દિવાળી દરમિયાન આ તમામ મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખોલ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શખ્સની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ વિગતો પણ સામે આવી શકે છે.
તમામ વસ્તુઓ ફ્લિપકાર્ડના ગોડાઉનમાંથી ચોરી કરી
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફ્લિપકાર્ટમાં ડીલેવરી બોય(Flipkart Delivery Boy)તરીકે કામ કરતા ઉમંગ મનસુખ જુવારદા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી અલગ અલગ કંપનીના 10 જેટલાં ચોરાઉ મોબાઇલ, એક હાર્ડ ડિસ્ક અને એક સ્માર્ટ વોચ મળી આવ્યા હતા. તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેને આ તમામ વસ્તુઓ ફ્લિપકાર્ડના ગોડાઉનમાંથી ચોરી કરી છે. જ્યારે દિવાળીનો સમય હતો તે દરમિયાન કોઈના ધ્યાનમાં ના આવે તેવી રીતે તેને એક બાદ એક ગોડાઉનમાંથી આ પાર્સલ કાઢી લીધા હતા. જ્યારે આ પાર્સલ સાથે બીલ પણ તેને લઈ લીધા હતા. જે દરમિયાન આ વસ્તુઓ વેચતી વખતે કોઈને શંકાના કરી શકે.