ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં કૃષિ સહાય પેટે રૂપિયા 230 કરોડનું ચુકવણું કરાયું - જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી

રાજ્યમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બનેલા ખેડૂતોને દિવાળીના તહેવારોમાં આર્થિક રીતે રાહત મળી હોય તેવું જાણવા મળી રહ્યું છે. હાલ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયતો મારફત કૃષિ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં રૂપિયા 230 કરોડ જેટલી સહાયની રકમનું ચુકવણું ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે.

Rajkot
રાજકોટ

By

Published : Nov 5, 2020, 9:39 AM IST

  • રાજકોટમાં કૃષિ સહાય પેટે ખેડૂતોને રૂપિયા 230 કરોડનું ચુકવણું
  • બે હેક્ટર દીઠ રૂપિયા 20 હજારની સહાય
  • બાકી રહેલા ખેડૂતોને પણ કરાશે પાક સહાયનું ચુકવણું


રાજકોટ : રાજ્યમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બનેલા ખેડૂતોને દિવાળીના તહેવારોમાં આર્થિક રીતે રાહત મળી હોય તેવું જાણવા મળી રહ્યું છે. હાલ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયતો મારફત કૃષિ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં રૂપિયા 230 કરોડ જેટલી સહાયની રકમનું ચુકવણું ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે.

રાજ્યમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં કૃષિ સહાય પેટે રૂ.230 કરોડનું ચુકવણું કરાયું
સહાય માટે જિલ્લામાં 2.14 લાખ ખેડૂતોએ કરાવી હતી નોંધણીકૃષિ સહાયની નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર છેલ્લી નક્કી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ જિલ્લામાં 2.14 લાખ ખેડૂતોએ કૃષિ સહાય માટે નોંધણી કરાવી હતી. નોંધણીમાં પણ સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લો મોખરે હતો. બે હેક્ટર દીઠ રૂપિયા 20 હજારની સહાય ચુકવવામાં આવે છે. જે નિયમના આધારે રાજકોટ જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોના ખાતામાં રૂપિયા 10 થી 20 હજાર સુધીની રકમ હાલ જમા થઈ રહી છે.પાક નુકશાનીના સહાયના રૂપિયા 230 કરોડની રકમની ચુકવણી કરાઈજિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાનની સહાયની માહિતી આપતા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના 1.80 લાખ ખેડૂતોને પાક નુકસાનીના સહાયના 230 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને સહાયની પ્રક્રિયામાં આવરી લેવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં બાકી રહેલા તમામ ખેડૂતોને પણ પાક સહાયનું ચુકવણું કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details