- રાજકોટમાં 16 એપ્રિલથી IMA ના ત્રણ અલગ-અલગ ડૉક્ટર્સની ટીમ માર્ગદર્શન આપશે
- સમરસ હોસ્ટેલ સ્થિત ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ(DCHU)ના દર્દીઓને માર્ગદર્શન આપશે
- ત્રણ નિષ્ણાત તબીબો તેમની સેવાઓ સમરસ હોસ્ટેલ ખાતે પુરી પાડશે
રાજકોટ :જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કરેલી ઉમદા માનવીય પહેલના પગલે 16 એપ્રિલથી IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)ના ત્રણ અલગ-અલગ તજજ્ઞ ડૉક્ટર્સની ટીમ સમરસ હોસ્ટેલ સ્થિત ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ(DCHU)ના દર્દીઓને તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન અને સારવાર આપશે. જેને લઈને દર્દીઓને શારીરિક અને માનસિક સ્થિતિ સુધારી શકાય. રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો આવી રહ્યો છે. જેને લઈને વહીવટીતંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ
ત્રણ નિષ્ણાત ડૉકટર્સે કોવિડ હેલ્થ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લીધી