રાજકોટ: રાજકોટના જામનગર રોડ પર આવેલા બજરંગ વાળી વિસ્તારવાસીઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મીઓનું ફૂલોથી સ્વાગત કરી તેમની કામગીરીને બિરદાવામાં આવી હતી.
રાજકોટમાં પેટ્રોલિંગ કરતી પોલીસ પર લોકોએ ફૂલ વરસાવ્યા... - ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા
રાજકોટના જામનગર રોડ પર આવેલા બજરંગ વાળી વિસ્તાર વાસીઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મીઓનું ફૂલોથી સ્વાગત કરી તેમની કામગીરીને બિરદાવામાં આવી હતી.
તે દરમિયાન એક નાની બાળકી દ્વારા પોલીસને સેલ્યુટ કરવામાં આવતા રાજકોટ પોલીસ ઇન્સ્પેક્ટર સુખવિંદરસિંગ ગડુંએ બાળકીને સામે સેલ્યુટ કરી હતી. જે ઘટના જોઈને આસપાસમાં ઉભેલા વિસ્તારવાસીઓને પોતાના વતનના પોલીસ કર્મીઓ પર ગર્વનો અનુભવ થયો હતો.
જો કે, પોલીસ પણ પોતાની ફરજના ભાગરૂપે મંગળવારે પણ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, હાલ મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મીઓ, લશ્કરી જવાનો, સફાઈ કર્મચારીઓ હાલ કોરોનાની મહામારી રોકવા માટે પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવન જોખમે લોકોની સેવા કરી રહ્યાં છે.