ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 72 સીટ પર ભાજપ તો 70 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે - Former President Mansurbhai Wala

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું . વોર્ડ નં. 1ની આંટી-ઘૂંટીમાંથી બહાર નીકળે તે પેહલા કોંગ્રેસને બીજો ઝટકો મળ્યો હતો. કોંગ્રેસ ચૂંટણી લડે તે પેહલા વોર્ડ નં.- 14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ આજે ઉમેદવારી પાછી ખેંચી હતી. કોંગ્રેસ ચૂંટણી લડે તે પહેલા જ 2 સીટ ગુમાવી દીધી છે.

વોર્ડ નં.- 14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાની
વોર્ડ નં.- 14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાની

By

Published : Feb 9, 2021, 1:34 PM IST

  • રાજકોટમાં કોંગ્રેસ ચૂંટણી લડે તે પહેલા 2 સીટ ગુમાવી
  • ભાજપ 72 સીટ પર લડશે તો કૉંગ્રેસ 70 સીટ પર લડશે
  • વોર્ડ નં.-14ના ઉમેદવાર વિજય જાનીએ ઉમેદવારી પાછી ખેંચી

રાજકોટ : વિજયભાઈ જાનીને કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અનુસંધાને પાર્ટી દ્વારા વોર્ડ નં-14માં ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપેલ હતું. વિજયભાઈ જાનીએ ફોર્મ ખેંચીને પક્ષને નુકશાન પોંહચાડ્યું અને પક્ષ વિરોધી પ્રવુતિ કરતા હોવાથી તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ માહિતી માધ્યમો થકી ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીને મળતા ભરી સભામાં તેમણે આ અંગે જાહેરાત કરી હતી.

વોર્ડ નં.- 14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ઉમેદવારી પત્રક પાછું ખેચ્યું

રાજકોટ મા કોંગ્રેસ 2 બેઠક પર ચૂંટણી લડે તે પહેલા હાર નિશ્ચિત

રાજકોટમાં કોંગ્રેસ 2 બેઠક પર ચૂંટણી લડે તે પહેલા હાર નિશ્ચિત થઇ છે. નેતાઓની બેદરકારી સામે આવી છે. કૉંગ્રેસમાંથી ટપોટપ રાજીનામાં પડી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, વોર્ડ નં.14ના પૂર્વ પ્રમુખ માણસુરભાઈ વાળાએ ફોર્મ ભરવા દરેક તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ માણસુરભાઈ વાળાના બદલે મયુરસિંહ પરમારના નામનું મેન્ડેટ આવતા માણસુરભાઈની ટિકિટ કપાઈ હતી. વિજયભાઈ જાની અને માણસુરભાઈ વચ્ચે સારા સંબંધો હોવાથી નારાજ થઈ વિજયભાઈએ ફોર્મ પાછું ખેંચ્યું હોવાનું જાણકારી મળી છે.

ABOUT THE AUTHOR

...view details