ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં અજાણ્યા વાહને યુવતીને અડફેટે લેતા થયું મોત - 150 feet ringroad

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર એક્ટિવા ચાલક યુવતીને અજાણ્યા વાહને અડફેટે લીધી હતી. જે દરમિયાન યુવતીને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું.

રાજકોટમાં અજાણ્યા વાહને યુવતીને અડફેટે લેતા થયું મોત
રાજકોટમાં અજાણ્યા વાહને યુવતીને અડફેટે લેતા થયું મોતરાજકોટમાં અજાણ્યા વાહને યુવતીને અડફેટે લેતા થયું મોત

By

Published : Jan 19, 2021, 7:41 PM IST

  • રાજકોટમાં એક્ટિવા ચાલક યુવતીને અજાણ્યા વાહને અડફેટે લેતા થયું મોત
  • અજાણ્યા વાહને યુવતીને અડફેટે લીધી
  • સારવાર દરમિયાન યુવતીનું મોત

રાજકોટઃ રાજકોટના 150ફૂટ રિંગરોડ પર આવેલા પુનિતનગરના પાણીના ટાંકા નજીક એક્ટિવા ચાલક યુવતીને અજાણ્યા વાહને અડફેટે લીધી હતી. જે દરમિયાન યુવતીને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.ત્યા સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. આ મૃતક યુવતી ખાનગી હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી હતી.

અજાણ્યા વાહને અડફેટે લેતા યુવતીનું થયું મોત

શહેરના કોઠારિયા વિસ્તારમાં રહેતી તેમજ રાજકોટની ખાનગી હોસ્પિટલની ક્લાર્ક તરીકે ફરજ બજાવતી છાંયા વજુભાઈ રૈયાણી નામની યુવતીને સવારે એક્ટિવા લઇને નોકરી પર જવા ઘરેથી નીકળી હતી. તે દરમિયાન પુનિતનગરના ટાંકા નજીક અજાણ્યા વાહનચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. જેમાં યુવતીને ગંભીર ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. યુવતીની ઉંમર 19 વર્ષ હોવાનું અને તેના પિતાની પણ 6 મહિનાઓ પહેલા જ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details