ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં એક યુવકે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી - Ajidem Police

રાજકોટ જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કર્યાનો એક કેસ સામે આવ્યો છે. આ મામલે આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં એક યુવકે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી
રાજકોટમાં એક યુવકે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી

By

Published : Jul 17, 2020, 10:16 PM IST

રાજકોટઃ જિલ્લામાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે.પતિએ પત્નીને માથાના ભાગમાં સળિયાના ઘામારી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. રાજકોટના ગાયત્રીનગરમાં રહેતા તરુણાબેન બાલકૃષ્ણ ટાંક નામની મહિલાને તેના પતિ કોઠારીયા નવા મકાનની સાઇટ બનાવવાના બહાને લઈ જઈને ત્યાં તેની હત્યા કરી હતી.

રાજકોટમાં એક યુવકે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી

તેમજ તેનો મૃતદેહ રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલા કણકોટ નજીક ફેંકી દીધો હતો. મૃતકના પિતા રામજીભાઇએ પોતાના જમાઈ વિરુદ્ધ હત્યાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, હત્યા મામલે મૃતકના પિતાએ લગ્નેતરના સંબધો હોવાનું પણ જણાવ્યું છે. આ મામલે આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details