ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: ધો 7ની વિદ્યાર્થિનીને શિક્ષકે કર્યા અડપલા, પોલીસ ફરિયાદ - Rajkot 7th grade student was molested

રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના (Rajkot 7th grade student was molested ) સામે આવી છે. રાજકોટ શહેરના સેટેલાઈટ ચોકમાં આવેલી ખાનગી શાળા એવી ડી.કે.એજ્યુવિલામાં અભ્યાસ કરતી ધોરણ 7ની વિદ્યાર્થીની સાથે આ જ શાળાના શિક્ષક દ્વારા અડપલા કર્યાની ઘટના (student was molested by the teacher in rajkot) સામે આવી છે.

Rajkot Crime: ધો 7ની વિદ્યાર્થીનીને શિક્ષકે કર્યા અડપલા, માતાએ કરી પોલીસ ફરિયાદ
Rajkot Crime: ધો 7ની વિદ્યાર્થીનીને શિક્ષકે કર્યા અડપલા, માતાએ કરી પોલીસ ફરિયાદ

By

Published : Jan 29, 2023, 7:28 AM IST

Rajkot Crime: ધો 7ની વિદ્યાર્થીનીને શિક્ષકે કર્યા અડપલા, માતાએ કરી પોલીસ ફરિયાદ

રાજકોટ: આ મામલે વિદ્યાર્થીનીની માતા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ પ્રકારની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. ડી.કે.એજ્યુવિલા શાળાના આચાર્ય જાગૃતિબેન પાટડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકીના પેરેન્ટ્સને આ બાબતની જાણ થઈ ત્યારે તેના પેરેન્ટ્સ દ્વારા શાળા તંત્રને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Veraval Dogs Murder: ગામના 25 જેટલા શ્વાનોની સામૂહિક હત્યાનો વીડિયો વાયરલ થતા ચકચાર

બાળકીના પેરેન્ટ્સ દ્વારા જાણ: આચાર્ય જાગૃતિબેન પાટડીયાએ કહ્યું કે, જ્યારે આ બાબતની જાણ શાળા તંત્રને થતા તાત્કાલિક અમે આ બાબતની પોલીસને જાણ કરી હતી. સાગર વાઢેર નામનો શખ્સ અમારી શાળામાં શિક્ષક છે. જેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ બાબતની જેવી જાણ અમને થઈ તેવી અમે પોલીસને જાણ કરી અને હાલ આ સાગર વાઢેર લોકઅપમાં છે. જ્યારે સાંજના સાડા પાંચે સ્કૂલનો છૂટવાનો સમય છે, સ્કૂલ છૂટી તે દરમિયાન અમને આ બાળકીના પેરેન્ટ્સ દ્વારા જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Development Work of Surat : સુરતમાં બનશે દૈશની સૌથી ઊંચી સરકારી ઈમારત, CMએ કર્યું ખાતમુહૂર્ત

માતાએ નોંધાવી ફરિયાદ: આ અંગે બાળકીની માતાએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ કરાવતા સાગર વાઢેર નામના શિક્ષક દ્વારા મારી બાળકી સાથે આ પ્રકારે અડપલા કરવાની ઘટના સામે આવી છે. શિક્ષક દ્વારા મારી બાળકીને બીજા માળે લઈ જઈને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જેની મને જાણ થતા મેં તાત્કાલિક શાળાના આચાર્યની આ બાબતની જાણ કરી હતી. મારી દીકરી ઘરે આવીને રડવા માંડી હતી. જ્યારે મેં તેને આ બાબતને પૂછતા તેને મને સમગ્ર હકીકત જણાવી. સાગર વાઢેર નામના શિક્ષકે તેને ધમકી પણ આપવામાં આવી હતી કે, આ બાબતની જાણ કોઈની કરતી નહીં. આ તમામ ઘટનાને લઈને અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details