રાજકોટ: આરોગ્ય વિભાગ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાંથી કુલ 50 લોકોના કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 46ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. જ્યારે 4 દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ચારેય કેસ જંગલેશ્વર વિસ્તારના હોવાના કારણે હાલ જંગલેશ્વરમાં અત્યાર સુધીમાં 25 કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. જ્યારે હજુ પણ આરોગ્ય વિભાગ દ્વારા અહીં મોટી સંખ્યામાં લોકોના સેમ્પલ લેવાની કામગીરી શરૂ છે.
રાજકોટમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 35 થયા - In Rajkot, 4 more Corona-positive cases came up
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. શનિવારે વધુ ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કુલ 35 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.
રાજકોટમાં
બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અહીં કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને આજથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરફ્યુની સ્થિતિ છે. હાલ ત્રણ જેટલી SRP અને ઘોડાપોલીસ પણ અહીં પેટ્રોલીંગમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 35 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 9 જેટલા લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.