ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મનપાની ડ્રાઈવ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 32 લોકોને દંડ કરાયો - rajkot Corona news

રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરતા લોકો સામે ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં 32 લોકો પાસેથી રૂપિયા 32,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

rajkot
રાજકોટ મનપાની ડ્રાઈવ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 32 લોકો દંડાયા

By

Published : Sep 24, 2020, 10:13 AM IST

રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે. જેમાં લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે, તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. જેને લઈને તારીખ 23ના રોજ શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરતા લોકો સામે ડ્રાઈવ કરવામાં આવી હતી.

જે અંતર્ગત માસ્ક નહીં પહેરનારા 32 લોકો પાસેથી રૂપિયા 32,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ ચુનારાવાડ ચોક ખાતે આવેલ શ્રી ગણેશ ટેલીકોમને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ સીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપા દ્વારા શહેરજનો માટે હાલ અપીલ કરવામાં આવી હતી કે, ઘરની બહાર નીકળવાનું ટાળો, અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મોં અને નાક ઢંકાઈ તે રીતે માસ્ક પહેરવું, તેમજ વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશો તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે.

ABOUT THE AUTHOR

...view details