રાજકોટ: રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 શંકાસ્પદ દર્દીઓના મોત નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરના 25, ગ્રામ્યના 1, તેમજ અન્ય જિલ્લાના 2 દર્દીનો સમાવેશ થાય છે. આ મામલે રાજકોટમાં નિયુક્ત કરવામાં આવેલી ડેથ કમિટી દ્વારા દર્દીના મોત અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
રાજકોટ: 24 કલાકમાં કોરોનાના 28 શંકાસ્પદ દર્દીઓના મોત થયા - Update of Gujarat Corona
રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 શંકાસ્પદ દર્દીઓના મોત નોંધાયા છે.
રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના 28 શંકાસ્પદ દર્દીઓના મોત થયા
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દરરોજ કોરોનાના 70થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. અત્યાર સુધીમાં માત્ર રાજકોટ શહેરમાં જ કોરોનાના 3,766 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી હજુ પણ 1,577 કોરોના દર્દી સારવાર હેઠળ છે.