કોટડાસાંગાણી પોલીસે તાલુકાના રામોદ ગામે ભુપત પરસોત્તમ ઉકાણીની વાડીમાં જુગારધામ પર રેઈડ કરી ૧૯ જુગારીઓને દબોચી લીધા હતાં. પોલીસે જુગારીઓની અંગજડતી અને દાવ પર લાગેલા રુપિયા મળી કુલ 1.50 લાખથી વધુની મત્તા ઝડપી પાડી છે.
રાજકોટના રામોદમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 19ની ધરપકડ - POLICE Raid
રાજકકોટઃ કોટાડાસાંગણી પોલીસે બાતમીના આધારે રામોદ ગામની એક વાડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસેે છાપો મારી જુગાર રમતા 19 જુગારીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાત્રીના એક વાગ્યાના અરસામાં રાજકોટ રૂરલ SP બલરામ મીણા તથા ગોંડલ DYSP એચ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI કે બી સાંખલા રેઈડ કરી જુગાર રમતા ભાવેશ શંભુ શેખડા , ભુપત પરસોત્તમ ઉકાણી , પ્રિયંક ઉકાણી, પરેશ ટીલારા, દિલીપ ઉકાણી, ધવલ ગજેરા , પ્રતીક ઠુમ્મર , જયેશ શેખડા, વિપુલ ટીલાળા, વિજય શેખડા, રવિ શેખડા, અંકુર શેખડા, મહેશ ઉકાણી, મિલન શેખડા, ભાવેશ ઉકાણી, દિનેશ શેખડા , જયેશ પડારીયા, રમેશ ,તોગડીયા, કિશોર ઉકાણી તમામ રહે રામોદને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં.
જેમાં પોલીસે જુગાર રમતા પોલીસે રોકડા રુપિયા 55130-/ ૧૫ નંગ મોબાઈલ કિંમત રુપિયા 18000 તેમજ 6 નંગ મોટરસાયકલ મળી 79000 મળી કુલ 1,52,000/- ના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે.