ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુરના પીપળવા ગામે 6 સિંહો ત્રાટક્યા, 4 પશુનું કર્યું મારણ

જેતપુર તાલુકાના પીપળવા ગામે 6 સિંહ સ્થાનિક પશુપાલક પરિવારના વાડામાં ત્રાટક્યા હતા અને 3 ગાય, એક બકરી એમ કુલ 4 પશુઓનું મારણ કર્યું હતું. પશુઓનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતો ભયભીત થઈ ગયા છે.

જેતપુરના પીપળવા ગામે 6 સિંહો ત્રાટક્યા, 4 પશુનું કર્યું મારણ
જેતપુરના પીપળવા ગામે 6 સિંહો ત્રાટક્યા, 4 પશુનું કર્યું મારણ

By

Published : Mar 10, 2021, 9:04 PM IST

  • જેતપુરના પીપળવા ગામે અચાનક ત્રાટકેલા સિંહોએ 4 પુશુનું મારણ કર્યું
  • એક જ માલિકની 3 ગાય અને 1 બકરી એમ કુલ 4 પશુના કર્યા મારણ
  • એકસાથે ત્રાટકયા 6 સાવજો, પીપળવા ગામના લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃજેતપુર તાલુકાના ખારચિયા ગામે આવેલી વાડીમાં સિંહ દેખાયા

રાજકોટઃ થોડા સમય પહેલા જિલ્લાના જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામની ઘટનામાં સાવજોએ મોટી સંખ્યામાં ગાયોના મારણ કર્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી સાવજો જેતપુર તાલુકાના જેતલસર તથા આજુબાજુના વિસ્તારમાં મધરાત્રે અથવા ધોળાં દિવસે લટાર મારવા નીકળી જાય છે. ગત રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ છ-છ વનરાજો જેતપુર તાલુકાના પીપળવા ગામે ચડી આવતા ત્યાંના સ્થાનિક ભરવાડ પરિવારના વાડામાં ત્રાટકી 3 ગાય અને એક બકરી એમ કુલ 4 પશુઓના મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે.

આ પણ વાંચોઃ25 દિવસથી 3 સિંહોના રાજકોટમાં ધામા, વધુ એક વીડિયો વાયરલ

જેતલસરને વનવિભાગ દ્વારા સિંહોનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો

પશુ માલીક દિલીપભાઈ ભનુભાઈ ભરવાડે જણાવ્યું હતુ કે, રાત્રીના 3:30 વાગ્યે પોતાના ઘરની બાજુમાં ઢોર બાંધવા માટે વાડો બનાવ્યો છે તેમાં 6 સિંહોએ ત્રાટકી ગાય-બકરીના મારણ કર્યા હતા. આ વાતની જાણ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરડીયાનો સંપર્ક કરવા પ્રયાસો કરવામાં આવ્યો હોતો પણ સંપર્ક થયો નહી.

ABOUT THE AUTHOR

...view details