ગુજરાત

gujarat

ETV Bharat / state

જસદણમાં કારની CNG ટાંકીમાં છુપાવીને લવાતો રૂ. 2 લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો - હરિયાણા

રાજકોટના જસદણમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસે ઈંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. આરોપીઓ કારની CNG ટાંકીમાં છુપાવીને આ દારૂ લાવી રહ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રૂ. 4.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જસદણમાં કારની CNG ટાંકીમાં છુપાવીને લવાતો રૂ. 2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
જસદણમાં કારની CNG ટાંકીમાં છુપાવીને લવાતો રૂ. 2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

By

Published : Mar 5, 2021, 1:42 PM IST

Updated : Mar 5, 2021, 3:36 PM IST

  • કારની CNG ટાંકીમાં છુપાવીને લવાઈ રહ્યો હતો ઈંગ્લિશ દારૂ
  • પોલીસે આરોપી પાસેથી રૂ. 4.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • પકડાયેલા આરોપીઓમાંથી બે હરિયાણા રાજ્યના નીકળ્યા

જસદણઃ આ અંગે મળતી માહિતી અનુસાર, પોલીસને ઈંગ્લિશ દારૂની બાતમી મળતા LCB પોલીસે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પોલીસ વોચ રાખી રહી હતી તે દરમિયાન વિદેશી દારૂ ભરેલી એક સિલ્વર કલરની સ્કોડા ઓક્ટિવીયા કાર જસદણ તરફથી પસાર થતી હતી. કારમાં કારચાલક સહિત ત્રણ શખ્સ હતા. તેમ જ ગાડીની ઝિણવટભરી તપાસ કરતા પાછળની ડેકીમાં સીએનજી ફ્યૂઅલ ટેન્ક હોવાથી પોલીસે તે ચેક કરી હતી. એટલે તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. એટલે પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીમાંથી બે આરોપી હરિયાણાના નીકળ્યા.

પોલીસે જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલ કબજે કરી

પોલીસે આરોપીઓ અને તેની કારની તપાસ કરતા રૂ. 4.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રૂ. 2 લાખની કાર, રૂ. 2 લાખની જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ આરોપીની ધરપકડ કરી

  • બાલકિશન સુબેસિંગ ખોલા
  • કિશન નવરતન શર્મા
  • ગૌરવભાઈ ઉર્ફે ગોવો રમેશભાઈ કુકડીયા

વાંચો: જસદણમાંથી પોલીસે ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી

Last Updated : Mar 5, 2021, 3:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details