ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં પોલીસના સ્વાંગમાં ચાર ગઠીયા સોનાની બંગડી લઈ ફરાર, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ જિલ્લાના ગોંડલના કૈલાશ બાગ પાસેથી પસાર થતી મહિલાને આગળ હત્યા થઈ છે, કહી ચાર શખ્સો પૈકી બે શખ્સોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. ત્યાર બાદ એક લાખની કિંમતની સોનાની બંગડી સેરવી ગયા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે ચાર ગઠીયા પૈકી બાઇક પર ભાગેલા બે શખ્સો CCTV ફુટેજ જોવા મળ્યા હતા. આથી પોલીસે CCTV ફુટેડના આધારે શોધખોળ હાથધરી છે.

In Gondal, under the guise of police, four gangsters fled with gold bracelets,
ગોંડલમાં પોલીસના સ્વાંગમાં ચાર ગઠીયા સોનાની બંગડી લઈ ફરાર, CCTVમાં થયા કેદ

By

Published : Nov 6, 2020, 9:03 PM IST

Updated : Nov 6, 2020, 10:01 PM IST

  • હત્યા થઈ હોવાનું કહી મહિલા સાથે છેતરપિંડી
  • પોલીસના સ્વાંગમાં હિન્દી ભાષી ચાર શખ્સોએ કરી ચોરી
  • 1 લાખની કિંમતની સોનાની બંગડી લઈ થયા ફરાર
  • CCTV ફુટેજમાં 2 ગઠીયા થયા કેદ
  • CCTV આધારે પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ જિલ્લાના ગોંડલના કૈલાશ બાગ પાસેથી પસાર થતી મહિલાને આગળ હત્યા થઈ છે, કહી ચાર શખ્સો પૈકી બે શખ્સોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. ત્યાર બાદ એક લાખની કિંમતની સોનાની બંગડી સેરવી ગયા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે ચાર ગઠીયા પૈકી બાઇક પર ભાગેલા બે શખ્સો CCTV ફુટેજ જોવા મળ્યા હતા. આથી પોલીસે CCTV ફુટેડના આધારે શોધખોળ હાથધરી છે.

ગોંડલમાં પોલીસના સ્વાંગમાં ચાર ગઠીયા સોનાની બંગડી લઈ ફરાર, CCTVમાં થયા કેદ

હત્યા થઈ હોવાનું કહી કરી છેતરપિંડી

ગોંડલના કૈલાશબાગ શેરી નંબર 1માં રહેતા ફરિદા ભારમલ નામની મહિલા પોતાના પાંચ વર્ષના પૌત્ર સાથે બજારમાં ખરીદી કરવા જઇ રહ્યા હતા. આ સમય દરમિયાન તેમના મકાન નજીક જ ઉભેલા બે હિન્દી ભાષી શખ્સોએ ફરીદાબેનને અટકાવી આગળ હત્યા થઈ હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે બાઇક પર અન્ય બે હિન્દી ભાષી શખ્સો આવીને ઉભા રહ્યા હતા. તેઓએ કહ્યુ આગળ હત્યા થઈ છે, ત્યાં સોનાના ઘરેણા પહેરીને જઇ રહ્યા છો? આવું કહી સોનાની બંગડી અને સોનાની વીંટી પર્સમાં મુકવા કહ્યુ હતુ. ફરીદા પાસે સોનાના ઘરેણા ઉતરાવ્યા બાદ નજર ચુકવી બે ગઠીયાઓ 1 લાખની કિંમતની સોનાની બંગડી અને સોનાની વીટીં સેરવી ફરાર થઈ ગયા હતા.

ગોંડલમાં પોલીસના સ્વાંગમાં ચાર ગઠીયા સોનાની બંગડી લઈ ફરાર, CCTVમાં થયા કેદ

ગોંડલ પોલીસમાં નોંધાઈ ફરિયાદ

સોનાની બંગડી અને વીંટીની ચોરી અંગે ગોંડલસ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હિન્દી ભાષી ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સીટી PSI બી.એલ.ઝાલા સહિતના સ્ટાફે ફરીદાએ કરેલી ફરિયાદ પરથી ચાર અજાણ્યા હિન્દી ભાષી શખ્સો સામે ઠગાઇનો ગુનો નોંધ્યો છે.

ગોંડલમાં પોલીસના સ્વાંગમાં ચાર ગઠીયા સોનાની બંગડી લઈ ફરાર, CCTVમાં થયા કેદ

CCTV ફુટેજમાં 2 ગઠીયા કેદ

ફરીદા સાથે છેતરપિંડી બાઈક પર ફરાર થતાં 2 શખ્સો CCTVમાં કેદ થયા છે. તો શહેર પોલીસે CCTV ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.

Last Updated : Nov 6, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details