ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગ રાજકોટ:ગુજરાતનું નંબર વન માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ગ્રાઉન્ડમાં પડેલા મરચાની ભારીઓની અંદર અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ આગ લાગવાની ઘટના બનતા માર્કેટિંગ યાર્ડની અંદર અફરા-તફરી મચી ગઈ હતી જે બાદ ફાયરની ટીમો પણ આગ પર કાબુ મેળવવા દોડી આવી હતી અને મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.
મરચાની 2500 ભારી બળીને ખાખ મરચાની ભારીઓની અચાનક આગ: રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર મરચા રાખેલા ગ્રાઉન્ડમાં કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેમાં આજે ધીમે-ધીમે થોડી જ વારની અંદર આગે વિરાટ સ્વરૂપ ધારણ કરી મરચાની ભારીઓને પોતાની ઝપેટમાં લીધી હતી. આ વિકરાળ આગે મરચાની ભારીઓને થોડી જ વારમાં ખાખ કરી દીધી હતી ત્યારે આ ઘટના અંગેની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાની ફાઈલ વિભાગની ટીમ અને તેમના જવાનો આગ પર કાબુ મેળવવા માટે માર્કેટીંગ યાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોUnseasonal rain in Dang : ડાંગમાં આહવા સહિત ત્રણેય તાલુકામાં ધોધમાર વરસાદ
માર્કેટિંગ યાર્ડની અંદર અફરા-તફરી:આગ લાગવાની શરૂઆત થતા જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, કર્મચારીઓ, વેપારી મંડળોએ સાથે મળીને ઘણીખરી બોરીઓ સળગતી આગમાંથી પણ બહાર કાઢીને બચાવી લેવામાં આવી છે. આશરે 12,000 ભારી બચાવવામાં સફળ થયા છીએ અને જે ખેડૂતોના મરચા બળીને ખાખ થયા છે જે બાબતે કારોબારીની જે મીટીંગ યોજાશે તેમાં યોગ્ય ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવશે તેવી માહિતીઓ સામે આવી છે.
આ પણ વાંચોGujarat Dams Survey : ગુજરાતમાં સદી જૂના 24 ડેમ અંગે મોટો નિર્ણય, 25 વર્ષ જૂના ચેકડેમની ચકાસણી થશે
2500 જેટલી ભારીઓ ભરીને ખાખ:આગ લાગવાની આ ઘટનામાં 2500 જેટલી મરચાની ભારી આગમાં લપેટાઈ હતી. જેમાં અંદાજિત પાંચ હજાર મણ જેટલું મરચું બળીને ખાખ થયું છે. આ આગને કારણે સરેરાશ મરચાનો 20 કિલોનો ભાવ 4000 લેખે ગણવામાં આવે તો આશરે 2 કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાગેલી આગની ઘટનામાં અંદાજિત 2500 જેટલી ભારીઓ ભરીને ખાખ થઈ ગઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આગ લાગવાની આ ઘટનામાં આગ લાગતા થોડા જ ક્ષણોની અંદર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી મરચાની ભારીઓને પોતાની ટપટમાં લઈ મરચાની ભારીને ખાખ કરી દીધી હતી.