ગોંડલ: રાજકોટના ગોંડલમાં જેલમાં દરોડા બહારના 6 લોકો 5 કેદીઓ સાથે ભોજન કરતા ઝડપાયા હતા. ઘટનાને પગલે જેલરની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. રાજ્યના જેલવડાની ટીમે રાત્રીના 10 વાગ્યે ગોંડલ સબ જેલમાં દરોડો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ગોંડલ જેલમાં 5 કેદી સાથે ભોજન કરતાં બહારના 6 લોકો ઝડપાયા, જેલરની તાત્કાલિક બદલી - ગોંડલ જેલના તાજા સમાચાર
રાજકોટના ગોંડલની જેલમાં કેદીઓ સાથે બહારના 6 લોકો 5 કેદીઓ સાથે ભોજન કરતા ઝડપાયા હતા. ઘટનાને પગલે જેલરની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. રાજ્યના જેલવડાની ટીમે રાત્રીના 10 વાગ્યે ગોંડલ સબ જેલમાં દરોડો પાડતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
રાજ્યના જેલવડાની ટીમે રાત્રીના 10 વાગ્યે ગોંડલ સબ જેલમાં દરોડો પાડતા જેલના પાંચ કેદી બહારથી આવેલા છ લોકો સાથે ભોજન કરતાં પકડાયા હતા. જેલના કેદીઓની તપાસ કરતાં તેની પાસેથી પાંચ મોબાઇલ અને 15 હજારની રોકડ મળી આવી હતી. બહારથી આવેલા છ શખ્સો ભાગી છૂટ્યા જેથી ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જેલમાં હત્યાકેસના આરોપી રાજુ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, નિખિલ દોંગા અને અમિત પડારિયાને ઝડપી લીધા હતા. જ્યારે બહારથી આવેલા જયેશ દવે, જિતેન્દ્ર વનરાજ, અજય બોરિચા, નિકુલ ડોંગા, જિજ્ઞેશ ભૂવા અને કલ્પેશ ઠુંમરની શાધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જેલર ડી. કે. પરમારની બદલી કરવામાં આવી છે.
જેલના નિયમ મુજબ સાંજે 7 વાગ્યે જેલનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ રાત્રીના ગેરકાયદેસર જેલ હવાલદારે ગેટ ખોલતાં બહારથી છ શખ્સો જેલમાં આવ્યા હતા અને જેલમાં રહેલા પાંચ કેદી ટોળે વળીને જમવા બેઠા હતા. જેલમાં દરોડો પડ્યો ત્યારે જમવાનું છોડીને તમામ લોકોમાં નાસભાગ મચી હતી. ચેકિંગ ટીમ જેલમાં આવ્યા બાદ જેલનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.પરંતુ બહારથી આવેલા લોકોને ભગાડવા માટે હવાલદારે ફરીથી ગેટ ખોલીને તમામ છ લોકોને ભગાડી દીધા હતા.