ગોંડલમાં જુગાર રમતા 11 શકુનીઓ ઝડપાયા - રાજકોટ ન્યુઝ
રાજકોટઃ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાં માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃતી ડામવા તાજવીજ હાથ ધરાઈ છે. જેમાં ગોંડલ આશાપુરા ચોકડી ખોડીયાર મંદિરની બાજુમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી 11 જુગાર રમતા લોકોની ધરપકડ કરી હતી.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહીબિશન જુગારની પ્રવૃતિઓ સંપુર્ણ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે LCB રાજકોટ ગ્રામ્યના PI એમ.એન.રાણા તથા PSI એચ.એ.જાડેજા તથા LCB શાખાના સ્ટાફ પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંહ વાઘેલા તથા પો.કોન્સ.રહીમભાઇ દલ દ્રારા ગોંડલ શહેર ખાતે રહેતો વીરભદ્રસીંહ જીતેન્દ્રસીંહ ઝાલા જુગારનો અડ્ડો ચલાવતા હતાં. જે આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી મુદામાલ સ્વરુપે રોકડ રૂપિયા ૧,૬૨,૭૧૦, મોબાઇલ નંગ-૧૧ કીંમત રૂપિયા ૪૧,૭૦૦, ઇકો કાર સહીત કુલ કીંમત રૂપિયા ૫,૧૯,૪૧૦ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.